IndiaNews

ખેડૂતની દીકરીના શાહી લગ્ન, 4 એકરમાં મંડપ… પ્રાણીઓને પણ જમણવારમાં બોલાવ્યા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ખેડૂતની પુત્રીના લગ્નની ખૂબ જ ચર્ચા છે. વાસ્તવમાં આ લગ્નમાં ગાય, ભેંસ, કૂતરા અને કીડીઓને પણ મિજબાની આપવામાં આવી હતી. મંત્રીઓ-અધિકારીઓના ઘરે લગ્ન પણ આની સામે નિષ્ફળ માનવામાં આવે છે. હાલમાં, સમગ્ર પ્રદેશમાં દરેક માત્ર બુલઢાણા જિલ્લાના આ લગ્ન વિશે વાત કરી રહ્યા છે.

બુલઢાણાના મોતાલા તાલુકાના કોથલી ગામના ખેડૂત પ્રકાશ સરોદેએ તેની પુત્રીના લગ્ન અતુલ દીવાને નામના યુવક સાથે ગોઠવ્યા હતા. જો કે એટલી સુવિધાઓ હતી કે તમને લાગે પણ નહી કે આ કોઈ ખેડૂતની દીકરીના લગ્ન છે.ભવ્ય મંડપ અને વિશાળ સ્ટેજને લઈને લોકોમાં ભારે ચર્ચા છે.

ખેડૂતે 4 એકરમાં લગ્નનો મંડપ ઊભો કર્યો હતો. અંદર મોટું આકર્ષક સ્ટેજ,વૈભવી રથ. આટલું જ નહી પણ સામાન્ય લોકોની સાથે પશુઓ માટે પણ જમણવાર ની વ્યવસ્થા કરાઈ હતી.ગામના પશુઓને એમનો ખોરાક તો કીડીઓ ને ખાંડ ની મિજબાની અપાઈ હતી. ખેડૂતે નજીકના 5 ગામોના તમામ સમુદાયના લોકોને પણ મહેફિલમાં આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: તારક મહેતા ની અભિનેત્રી જેનિફરે પ્રોડ્યુસર અસિત મોદી પર શારીરિક શોષણના આરોપ લગાવ્યા

ખેડૂત ના જણાવ્યા અનુસાર, તેમના મૃત માતાપિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રીના લગ્ન યાદગાર અને પ્રખ્યાત હોય. નાનપણથી જ દીકરી માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું અને આ આખા લગ્નમાં 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમની પાસે ખેતી માટે કુલ 7 એકર જમીન છે. જ્યારે અન્ય પાસેથી 10-12 એકર જમીન ભાડે લઈને ખેતી કરે છે.

આ પણ વાંચો: શનિ જયંતિ 2023: 90% લોકો શનિ મંદિરમાં જઈને આ 1 ભૂલ કરે છે, જાણો

આ પણ વાંચો: રાજકોટમાં મોબાઈલ કે રોકડ રકમની નહીં પણ લાખો રૂપિયાના વાળની થઈ ચોરી