CrimeDelhi

યુવક કોરોના ફેલાવી રહ્યો છે એવી અફવા ફેલાવ્યા પછી લોકોના ટોળાએ એ યુવક સાથે કર્યું એવું કે…

લોકડાઉનના ચોથા તબક્કામાં રાજધાનીમાં શરમજનક બનાવની એક ઘટના પ્રકાશમાં આવી છે. તમને જણાવી દઈએ કે શાહદરા જિલ્લાના જગદપુરી વિસ્તારમાં કેટલાક છોકરાઓએ કેરીનો વેપાર કરનાર એક વ્યક્તિ પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવી અવાજ કર્યો હતો.

પછી લોકોના ટોળાએ આ વ્યક્તિ જોડે જઈને કેરીની ગાડી લૂંટી લીધી હતી. બાઇક અને સ્કૂટીઓમાંથી પસાર થતા લોકો પણ કેરી લૂંટવા ભેગા થઈ ગયા હતા.આ કેરી વેચનાર પીડિત લોકોને છોડી મૂકવા માટે વિનંતી કરી રહ્યો હતો. પરંતુ કોઈએ તેની વાત જ સાંભળી નહીં. જોતજોતામાં ટોળાએ આ વ્યક્તિ જોડેથી અંદાજે 30 હજાર રૂપિયાની કેરીઓ લૂંટી લીધી હતી.

બાદમાં પોલીસને જાણ થતાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.અહી ઉલ્લેખનીય ચ્હે કે કોઈ વ્યક્તિએ આખી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. પોલીસ આ વાયરલ વીડિયોને લઇને મામલાની તપાસ કરી રહી છે. કોરોનાની અફવા ફેલાવતા લોકો અને કેરી લૂંટનારા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બાબતે કહે છે કે આવી ઘટના બિલકુલ સહન લેવામાં આવશે નહીં.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે જગતપુરી વિસ્તારના ચંદ્ર નગર મોર નજીક છોટી નામના વ્યક્તિએ કેરીની લારી કરી હતી. ગુરુવારે બપોરે તેની કેરીની લારીમાં માલ વધુ હતો. તેણે રસ્તામાં કેરીની કેટલીક પેટીઓ રાખી હતી.

આને કારણે ત્યાંથી પસાર થતાં કેટલાક યુવકોએ એવી અફવા ફેલાવી હતી કે આ કેરીનો વેપારી કોરોના ફેલાવી રહ્યો છે. આરોપીએ અચાનક જ કોરોના ફેલાવવાની અફવા ફેલાવતા ત્યાથી પસાર થતાં લોકોએ તેની કેરી લૂંટવાનું શરૂ કર્યું હતું. અને કાયદેસર તૂટી પડ્યા હતા.