GujaratIndia

પુરુષોત્તમ રુપાલાએ અધિકારીઓને અક્કલ વગરના કહ્યા અને જે બહારથી અમરેલી આવે છે એમને તો…

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઈને સરકાર અને પબ્લિકમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે.પરંતુ આ કેસ વધવાના પાછળ પણ પબ્લિકનું કોરોનાના નિયમોને લઈને જાગૃત નાં હોવાનું કારણ જ જવાબદાર છે.પબ્લિક હજુ પણ આ મહામારી સામે લડવા સજ્જ દેખાઈ રહી નથી.અમદાવાદમાં પણ પરિસ્થતિ કાબુ બહાર નાં જાય એટલા માટે તંત્ર ખુબ જ પ્રયત્નો કરી રહ્યું છે તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કેસ કંટ્રોલમાં આવે એ માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે.

જોકે એવામાં જ બીજી તરફ ભાજપના જ દિગ્ગજ અને સિનિયર નેતા અને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી એવા પુરુષોત્તમ રુપાલાએ IAS અધિકારીઓ માટે નાં વપરાય એવો શબ્દ એટલે કે ‘અક્કલ વગરના’ જેવો શબ્દપ્રયોગ કર્યો હોવાની ઓડિયો ક્લિપ પણ હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ છે. એટલું જ નહીં, આ ક્લિપમાં તેઓ સ્થાનિક નેતાને IAS અધિકારીઓ સામે લોકોને ભેગા કરવા પણ કહી રહ્યા છે.જે ખરેખર પુરુષોતમ રૂપાલા માટે આવા સમયે એક અશોભનીય બાબત છે.

અહી ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ સૌરાષ્ટ્રના એક સ્થાનિક નેતા અને પુરુષોત્તમ રુપાલા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો કલીપ છે. વાયરલ થયેલી આ ટેલીફોનીક ઓડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે રુપાલા આઈએએસ અધિકારીઓને અક્કલ વગરના કહે છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે લોકોને પડી રહેલી હાલાકી માટે પણ તેઓ આ અધિકારીઓને જ જવાબદાર ગણાવે છે. અહી ઉલ્લેખનીય છે કે રુપાલા તેમાં એવું પણ કહે છે કે, ‘IAS અધિકારીઓને લાગે છે કે રાજકીય નેતાઓ મગજ વગરના છે.

ચિંતાની વાત તમને જણાવી દઈએ કે ’ગુજરાતમાં અમરેલી સિવાયના 32 જિલ્લામાં કોરોનાના કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. હવે સરકારે સુરતમાં વસતા રત્ન કલાકારોને અમરેલી તેમજ સૌરાષ્ટ્રમાં તેમના પોતાના વતન જવાની મંજૂરી આપી દીધી છે. તેવામાં ગામડાના અને સૌરાષ્ટ્રના સ્થાનિકો માટે મુસીબત સર્જાશે તેવી ફરિયાદ સાથે અમરેલીના ખાંભાના ભાજપના જ નેતા મોહન વરિયાએ પુરુષોતમ રુપાલા સાથે વાત કરી હતી.

તમને જણાવી દઈએ કે 130 સેકન્ડની વાયરલ થયેલી આ ક્લિપમાં રુપાલા મોહન વરિયાને એવું સ્પષ્ટ કહેતા સાંભળી શકાય છે કે, ‘અક્કલ વગરના કોને કે, અક્કલ વગરના કોને કહે છે આપણે ત્યાં. અત્યાર સુધી હેરાન થઈએ છીએ એનું કારણ એક જ છે કે આખું તંત્ર આઈએએસ ચલાવે છે. તમારામાં અક્કલ જ નથી તેવું માનવામાં આવે છે, અને આપણે મશીન છીએ.’આ પ્રકારની વાત એ વાયરલ ટેલીફોનીક કલીફ માં થઇ રહી છે.રૂપાલાએ કહ્યું હતું કે અહીંયા કચરો ભેગો થાય છે તેની જવાબદારી કોની ?

અહી ઉલ્લેખનીય છે કે અમરેલીમાંથી ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતેલા તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂકેલા પુરુષોત્તમ રુપાલાએ મોહન વરિયાને સ્થાનિક મીડિયાને બોલાવી જે બધું ચાલી રહ્યું છે તે બહાર લાવવા અંગે પણ જણાવ્યું હતું. આ કથિત વાયરલ ઓડિયો ક્લીપમાં વાત કરતા સ્પષ્ટ જણાય છે.એટલું જ નહીં, સ્થાનિકોને સરકારને પત્ર લખી અમરેલીમાં સુરતથી લોકો પાછા આવશે તો શું સ્થિતિ સર્જાશે તે અંગે પત્ર લખવા પણ આ ક્લીપમાં જણાવ્યું હતું.