રશિયાએ હુમલો કરી યુક્રેનનો આ મોટો ડેમ તોડી દીધો: ચારેબાજુ પાણી પાણી, હુમલાનો લાઈવ વિડીયો સામે આવ્યો
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતરનાક વળાંક લઈ રહ્યું છે. રશિયાએ યુક્રેનના કાખોવકા ડેમ પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હવે ચારેબાજુ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્લાસ્ટ કેટલો ખતરનાક હતો, તે ડરામણા વીડિયો પરથી જાણી શકાય છે.ડેમ તૂટતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડેમ તૂટ્યા બાદ પાણીમાં સતત વધારો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંધીની આસપાસના 80 ગામો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને પહેલા જ શંકા હતી કે રશિયા આવું કૃત્ય કરી શકે છે. રશિયાએ પણ એવું જ કર્યું, યુક્રેનના કાખોવકા ડેમ પર હુમલો કર્યો અને તેને બ્લાસ્ટ કરીને નષ્ટ કરી દીધો. આ પછી તબાહીનો માહોલ ફેલાયો છે.આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઝેલેન્સકીએ તેને રશિયાની આતંકવાદી ઘટના ગણાવી છે.
બીજી તરફ પૂરથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નીપર નદી પર બનેલા આ ડેમ તૂટવાને કારણે 4.8 અબજ ગેલન પાણી ખેરસન શહેર તરફ વહી ગયું છે. ઑક્ટોબર 2022માં ઝેલેન્સકીએ એવો ભય પણ વ્યક્ત કર્યો કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરી શકે છે.
The moment that the Nova Kakhovka dam was blown up
pic.twitter.com/KxNMm8frTg— Antonio Sabato Jr (@AntonioSabatoJr) June 6, 2023
આ ડેમના બ્લાસ્ટના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જોરદાર બ્લાસ્ટ થાય છે અને તૂટેલા ડેમમાંથી પાણી વહેવા લાગે છે. ડેમની નજીક આવેલી 80 વસાહતોમાં પૂરની સ્થિતિ છે. દર કલાકે 8 ઈંચ પાણી વધી રહ્યું છે. યુક્રેન પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 17,000 લોકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. ડેમમાં વિસ્ફોટના કારણે કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. બચાવ કાર્યકરોને ભારે મુશ્કેલી પડી રહી છે. નીપર નદી પર પશ્ચિમ કાંઠે કામ કરતા એક બચાવકર્તાએ કહ્યું કે પાણી ક્યારે બંધ થશે તે કોઈને ખબર નથી.