નમસ્કાર મિત્રો,કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી,આ કહેવત આ દીકરીએ સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે તો ચાલો વિગતે જાણીએ.PSI અને કોન્સટેબલની પરીક્ષા માટે અત્યારે દોડ ચાલી રહે છે એવામાં ઘણા યુવાનો પોતાના સપના સાકાર કરવા તનતોડ મહેનત કરે છે,એવામાં ઘણા છોકરા-છોકરીઓ પોતાના સપના પૂર્ણ કરે છે.
આવી જ એક કહાની આપણે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામની દીકરીની સફળ કહાની વાંચીશું.આજે આપણે વાત કરીશું મનીષાબહેનની જેઓ સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામના વાતની છે.જેઓએ પોલીસ બનવા ખૂબ જ મહેનત કરી,22 વર્ષની ઉંમરે સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરી તેઓ GPSC ની તૈયારી કરવા લાગ્યા.
તેઓએ 23 વર્ષની ઉંમરે વર્ષ 2018-19 માં પ્રથમ પ્રયાસે GPSC ની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી હતી.ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ TDO તરીકે અંજારમાં ફરજ પર હતા પરંતુ તેમનું લક્ષ્ય બીજું જ કઈ હતું.તેઓ નોકરીની સાથે-સાથે પોતાની તૈયારી ચાલુ રાખી,ફરી એક વાર GPSC ની પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી પરંતુ તેમનું લક્ષ્ય હજુ પૂર્ણ થયું ન હતું.
તેઓ ફરજ બજાવતા રહ્યા અને તૈયારી કરતા રહ્યા,અંતે 25 વર્ષની ઉંમરે મનીષાબહેન DYSP બન્યા છે,તેમની આ સફળતા જોઈને પરિવાર,ગામ અને સમાજ પણ તેમના પર ગર્વ અનુભવી રહ્યો છે.મનીષાબહેનના પરિવારમાં તેમના પિતા પણ પોલીસ ઇન્સ્પેકટરમાં છે.જેમનું નામ બળદેવભાઇ દેસાઇ છે.તેઓ પણ પોતાની દીકરી પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.