BollywoodIndia

શુભમન નહીં પણ હવે બૉલીવુડના આ અભિનેતા સાથે નામ જોડાયું છે સચિનની દીકરીનું

આપણાં દેશના પૂર્વ દીગજ્જ ક્રિકેટર સચિન તેંડુલકરની રમતથી વિશ્વમાં આજે બધા તેમને ઓળખે છે. સચિન સાથે સાથે તેમના બાળકો પણ અવારનવાર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. સચિનની દીકરી સારા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. સારાના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી બધુ પોસ્ટ તેમના ચાહકોને ખૂબ પસંદ આવે છે. આ સિવાય સારા પોતાની સુંદરતાને લીધે પણ ખૂબ ચર્ચામાં રહે છે.

સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ જોઈને તેમનો અંગત સંબંધ જોડાઈ જાય છે. આજ સુધી સારાનું નામ ઘણા લોકો સાથે જોડાયું છે. છેલ્લા ઘણા દિવસોથી સાંભળવામાં આવી રહ્યું હતું કે સારાનું પણ બોલિવૂડ કનેક્શન છે. અભિનેતા હિમાંશ કોહલી સાથે તેના સંબંધોના સમાચાર સામે આવ્યા હતા, જેના કારણે બંને લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહ્યા હતા.

જ્યારે તેમના લિંક અપના સમાચાર ખૂબ જ ઝડપી બન્યા, ત્યારે ‘યારિયાં’ ફેમ હિમાંશ કોહલીએ પોતે આગળ આવીને સારા તેંડુલકર સાથેના સંબંધોની સત્યતા જણાવી. હિમાંશ કોહલીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમે મિત્રો છીએ. મારી ગર્લફ્રેન્ડ ‘હમસે હૈ લાઈફ’ એબીગેલ જૈનની તેની કો-સ્ટાર છે.

હીમાંશ પહેલા સારાનું નામ ટીમ ઈન્ડિયાના યુવાન ખિલાડી શુભમન ગિલ સાથે જોડવામાં આવ્યું હતું. શુભમન ગિલ અને સારા ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહીં પણ બંને એક બીજાના પરિવારને પણ ફોલો કરે છે. શુભમનએ થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ જવાબ સેશન દરમિયાન પોતાના રિલેશનના સમાચારનો ખુલાસો કર્યો હતો. સેશન દરમિયાન શુભમનને એક ચાહકે પૂછ્યું હતું કે, ‘શું તમે હજી સિંગલ છો?’ ત્યારે જવાબ આપતા ક્રિકેટરે કહ્યું હતું કે, ‘ઓહ હા! હું સિંગલ છું. આવનાર સમયમાં પણ મારી આવી કોઈ યોજના નથી.’

સચિન તેંડુલકરની પુત્રીનું નામ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિના પુત્ર સાથે પણ જોડવામાં આવ્યું છે. જો કે આ મામલામાં ઘણું સત્ય છે, જે સાબિતી ન હતી, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આવી ચર્ચાઓ ચોક્કસપણે થઈ હતી. તેથી આ સમાચાર થોડા સમય પછી આવવાના બંધ થઈ ગયા અને માત્ર અફવા જ રહી ગયા.

સારાના બોલિવૂડ ડેબ્યુની ઘણી વખત ચર્ચા થઈ છે પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જોકે સારાએ મોડલિંગમાં ડેબ્યુ કર્યું છે. થોડા સમય પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કપડાની બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી.