India

સચિન તેંડુલકરે જમીન ઉપર બેસીને લીધું ચૂલા પરનું દેશી ભોજન, લોકોએ આપ્યું આવું રિએક્શન…..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી લગાવવાનો રેકોર્ડ બનાવનાર સચિન તેંડુલકર ખૂબ જ સાદુ જીવન જીવે છે તેની પહેલા ક્રિકેટનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં દેખાય છે કે સચિન તેંડુલકર રાજસ્થાનમાં ચૂલા ઉપર રોટલી બનાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી અમીર ક્રિકેટરમાં સચિન તેંડુલકરની ગણતરી થાય છે પરંતુ આ ખેલાડી પોતાની સાતગી માટે ખૂબ જ જાણીતા છે તેના પહેલા કોઈને અંદાજો ન હતો કે લક્ઝરી લાઇફ જીવનાર વ્યક્તિ ક્યારે જમીન પર બેસીને ચૂલા ઉપર બનાવેલી રોટલી નો સ્વાદ લે.

લોકોને સચિનનો આ વ્યવહાર ખૂબ જ આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. પરંતુ તમામ ક્રિકેટ ફેન્સ તેમને આમ કરવાથી લઈને તેમના વખાણ કરતા થાકતા નથી.instagram ઉપર શેર કરેલ આ વીડિયોમાં સચિન તેંડુલકરે. ચૂલા પર ભોજન બનાવી રહેલી મહિલાઓથી વાત કરતા કહે છે કે ” ગેસ ઉપર બનાવેલી રોટલી માટે સ્વાદ નથી આવતો જે ચૂલા ઉપર બનાવેલી રોટલીમાં હોય છે ”

સચિન તેંડુલકર ભોજન બનાવી રહેલી મહિલાઓ સાથે ઘણા સમય સુધી વાત કરે છે. અને ત્યારબાદ સચિન પણ ત્યાં મુકેલી રોટલી ને ખાય છે અને વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન તેંડુલકર મહિલાઓ દ્વારા બનાવેલી રોટલીમાં ઘી લગાવીને રોટલી ને ખૂબ જ પ્રેમથી ખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર વીડિયો જોયા બાદ તમામ યુઝર સચિન તેંડુલકરના આ વિડીયો ઉપર અલગ અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે, એવામાં એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે ” ગ્રેટ હ્યુમન બિંગ એમ જ તેમને લોકો ભગવાન નથી કહેતા, તેમનામાં કઈ વાત હશે ત્યારે જ કહે છે.”

બીજા એક યુઝરે લખ્યું કે ” ખરેખર તે બંને મહિલાઓને માહિતી નહીં હોય કે તે જે વ્યક્તિને મળી રહી છે અને જેમને ભોજન ખવડાવી રહી છે તેમને આ દુનિયામાં ન જાણે કેટલા લોકો મળવા માંગે છે. “