health

સફેદ વાળને કાળા કરવામાં આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી, આ માહિતીથી તમે અજાણ હશો,

નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવી અદ્ભુત વનસ્પતિ વિશે જાણીશું જેના ફાયદા ખૂબ જ લાભદાયક છે.રસાયણશાસ્ત્ર તરીકે રસાયણ શાસ્ત્રી હોવાનો ખૂબ પ્રયોગ કરે છે.એવી એક વનસ્પતિ છે જે ખાસ કરીને સૌથી મહત્વનો ઉપયોગ એ છે કે સફેદ વાળને કાળા કરે છે.કફવાળી ઉધરસ હોય તેમના માટે પણ આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે.

ગુજરાતી ભાષામાં આ વનસ્પતિને ભાંગરો નામથી ઓળખીએ છીએ.આ વનસ્પતિને આયુર્વેદમાં મહાન ઉપાધિ મળેલ છે.આ વનસ્પતિ ચોમાસામાં ભેજવાળી જગ્યા પર પુષ્કળ પ્રમાણમાં ઊગે છે.અત્યારે પણ આ વનસ્પતિ ઘણી જગ્યાએ જોવા મળે છે.આ વનસ્પતિના ફૂલ ટચલી આંગળી કરતા પણ નાના હોય છે,જે સફેદ રંગના હોય છે.

આ ફૂલની અંદર રહેલા બીજ પાકી જાય એટ્લે કાળા થઈ જાય છે.આ વનસ્પતિનો ઉપયોગ જોઈએ તો ચરકઋષિએ કહ્યું છે કે, જે લોકોને કફવાળી ઉધરસ થઈ હોય તેમણે આ વનસ્પતિનો ૫ ml રસ લઈ લો, આ રસની અંદર થોડુક મધ ઉમેરી દરરોજ પીઓ,આનાથી કફવાળી ઉધરસ મટી જાય છે.

સૌથી મહત્વનો ઉપયોગ જોઈએ તો આ પ્રયોગ પ્રાચીન પુસ્તકોના આધારે તમારી જોડે શેર કરીએ છીએ,સફેદ વાળને કાળા કરવા સૌથી પહેલા ભાંગરાના ફૂલ,જાસૂદના ફૂલ,અને ઘેટીનું દૂધ લો,આ ત્રણેયને સપ્રમાણમાં લો, દા.ત,૫ ગ્રામ તો ત્રણેય ૫ ગ્રામ એમ સરખા માપમાં લો,ત્યારબાદ ક્રશ કરી રસ જેવુ બનાવી લો, ત્યારબાદ લોઢાના એક વાસણમાં ભરી તેને બંધ કરી જમીનમાં ખાડો કરી દાટી દો.

આ વાસણને સાત દિવસ માટે દાટી દો.સાત દિવસ બાદ બહાર કાઢો,દા.ત,તેની અંદર ૧૫ ગ્રામ રસ હતો, તો તેની સામે બીજો ૧૫ ગ્રામ ભાંગરાનો રસ કાઢો.આ બંનેને મિક્સ કરી લો, તેનો સરખો રસ બનાવી લો, પછી આ રસ તમે માથામાં લગાવો, ત્યારબાદ માથામાં કપડું બાંધી દો. ત્યારબાદ સૂઈ જાઓ.આ પ્રયોગ સાંજે કરવાનો છે.ત્યારબાદ સવારે ઉઠી માથું ધોઈ લો.

આ પ્રયોગ તમે થોડોક સમય કરશો એટલે તમને પરિણામ જોવા મળશે,તાત્કાલિક પરિણામ નહીં મળે.નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ પ્રયોગ કરો.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરીએ છીએ,આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.