health

સફેદ વાળને કાળા કરવા અને ખરતા વાળને અટકાવવા આ વનસ્પતિનું તેલ ઘરે જ બનાવો, ખૂબ જ લાભદાયક રહેશે,

નમસ્કાર મિત્રો,આજે આપણે એક એવી વનસ્પતિ વિશે જાણીશું જેનાથી સફેદ થતા વાળ કાળા થશે અને ખરતા વાળને અટકાવી શકાય છે.આજકાલ લોકો સફેદ વાળને કાળા કરવા મેંદી કે ડાયનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે વાળને નુકસાન થાય છે.આજે આપણે કેમિકલ વગરનું એવું તેલ જે તમે ઘરે એકદમ ઓછા ખર્ચે બનાવી શકો છો.

આ વનસ્પતિને ગુજરાતીમાં મહાભૃંગરાજથી ઓળખીએ છીએ.આ વનસ્પતિ મોટેભાગે દરેક જગ્યાએ જોવા મળે છે.અને જો છોડ ન મળે તો ગાંધીની દુકાને આ છોડનો પાવડર પણ મળે છે,આ વનસ્પતિનું તેલ બજારમાં પણ મળી રહે છે.પરંતુ આ તેલ તમે ઘરે પણ બનાવી શકો છો,ચાલો જાણીએ.

સૌથી પહેલા આ વનસ્પતિના થોડાક છોડ ઘરે લાવો, ત્યારબાદ આ છોડમાંથી પાન તોડી લો, ત્યારબાદ આ પાનને ચોખ્ખા પાણીથી ધોઈ મિકચરમાં ક્રશ કરો.આટલુ કર્યા પછી ૨૦૦ ગ્રામ જેટલું કોપરેલ અથવા તલનું તેલ તપેલીમાં લઈ ગરમ કરવા મૂકો, ત્યારબાદ મિકચરમાં ક્રશ કરેલ પાનની રબડીને આ ગરમ તેલમાં નાખો.આ તેલ અને પાનને ધીમા તાપે ૫-૭ મિનિટ ગરમ થવા દો.

ત્યારબાદ ગળણીથી ગાળી દો, આ તૈયાર થયેલ તેલને માથે ઘસવાથી સફેદ વાળને કાળા કરે છે અને ખરતા વાળને અટકાવે છે.નોંધ : જો તમને ખરતા વાળની તકલીફ વધુ હોય તો ડોક્ટર અથવા વૈદની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.