Ajab GajabIndia

સગીરાને ફી ફાયર ગેમમાં થયો પ્રેમ, બેંગ્લોર ભાગી ગઈ, ત્યાર બાદ જોવા જેવી થઈ….

હાલના સમયમાં મોબાઈલ દરેક માટે જરૂરી બની ગયો છે. કેમ કે મોબાઈલ દ્વારા આપણા દરેક કામ થઈ જતા હોય છે પરંતુ ખરાબ પાસા પણ રહેલા છે. એવામાં કોરોનાના કહેરના કારણે હાલના શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના લીધે બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે પરંતુ તેની સાથે મોબાઈલમાં ગેમ રમવાના પણ શોખીન થઈ ગયા છે. એવામાં આજે મોબાઈલમાં ગેમ રમતા-રમતા એક સગીરાને પ્રેમ થઈ ગયો હતો. તેવામાં સગીરા દ્વારા એવું પગલું ભરવામાં આવ્યું હતું જેના લીધે સંપૂર્ણ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ એક સગીરાને મોબાઈલમાં ગેમ રમતા-રમતા બીજા પ્લેયર સાથે પ્રેમ થઈ ગયો અને તે બેંગલોરનો રહેવાસી પ્રેમી સાથે તે ભાગી ગઈ હતી. તેમાં જાણવા મળ્યું છે કે, આ યુવક દ્વારા તેને લાલચ આપીને ભગાડી જવામાં આવી હતી. આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના આટકોટના બળધોઇ ગામની છે. ત્યાની એક સગીરા ગુમ થઈ જતા તેના માતા-પિતા તેના ગુમ થયાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યાર બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ સગીરા ફી ફાયરની ગેમની રમી રહી હતી. તેમાં સગીરાને કો પ્લેયર સાથે સંપર્ક થયો અને તે તેને લાલચ આપી ભગાડી ગયો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, સગીરાને લઈ જનાર ફ્રી ફાયરનો કો-પ્લેયર ચન્દ્રકાંતદાસ મદન મોહનદાસ નામનો વ્યક્તિ બેગ્લોરમાં રહે છે. ત્યાર બાદ પોલીસ દ્વારા પૂછપરછમાં કરવામાં આવી તો ફ્રી ફાયર ગેમ રમતા સગીરાને પ્રેમ થયો ગયો હતો.

જેના લીધે સગીરાને યુવક લાલચ આપીને ભગાડી ગયો હતો.તેમ છતાં એક સારી વાત એ પણ છે કે, જસદણ પોલીસ દ્વારા બેંગ્લોરથી સગીરાને પરત લાવવાની સાથે કેસને ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યારે ચંદ્રકાંતદાસ મદન મોહનદાસ નામના વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે