Bollywood

મુંબઈની આ ફેમસ સ્કૂલમાં ભણે છે સૈફ-કરીનાનો દીકરો ‘તૈમૂર’ , જાણો કેટલી છે વાર્ષિક ફી..

તૈમૂર આ નામ સાંભળીને આપણને બે વ્યક્તિઓ યાદ આવે છે. એક છે તે ‘તૈમૂર’ જેને આખી દુનિયા ‘તૈમુરલંગ’ અથવા ‘તૈમૂર’ના નામથી ઓળખે છે. તૈમુરલંગ ચૌદમી સદીનો એક ક્રૂર શાસક હતો જેણે ‘તૈમુરી રાજવંશ’ની સ્થાપના કરી હતી. તૈમુરનું શાસન પશ્ચિમ એશિયાથી મધ્ય એશિયા થઈને ભારત સુધી ફેલાયેલું હતું. હિંદુ રાજાઓ અને શાસકોનો નાશ કરવાના હેતુથી તૈમુરે 1398માં ભારત પર આક્રમણ કર્યું હતું, પણ આજે આપણે 21મી સદીના ‘તૈમૂર’ વિશે વાત કરવાના છીએ.

બોલિવૂડ સ્ટાર્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન દેશના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. બોલિવૂડમાં આજ સુધી કોઈ સેલિબ્રિટી કિડ ‘તૈમૂર’ જેટલો ફેમસ નથી થયો. તેના જન્મથી જ ‘તૈમૂર’ પાપારાઝીના કેમેરાનું ગૌરવ છે. તૈમૂર ભારતમાં એકમાત્ર બાળક છે જેની ‘તૈમૂર ડોલ’ પણ બની છે. તૈમુર પછી હવે સૈફ-કરીનાનો નાનો દીકરો જેહ પણ પાપારાઝીનો ફેવરિટ બની ગયો છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્ર તૈમુર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. તૈમૂરની હાલમાં 8 વર્ષની ઉંમર છે અને તેણે શાળાએ જવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તૈમૂર મુંબઈની પ્રખ્યાત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે દેશની સૌથી મોંઘી શાળાઓમાંની એક છે. આ સ્કૂલની શરૂઆત વર્ષ 2003માં નીતા અંબાણીએ કરી હતી.

મુંબઈની પ્રખ્યાત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની વાર્ષિક ફી 1.70 લાખ રૂપિયા છે. આ શાળામાં કુલ નર્સરી પ્રવેશ ફી રૂ.70,220 છે. જેમાં રજીસ્ટ્રેશન ફી રૂ. 900, એડમિશન ફી રૂ. 20,000, માસિક ફી રૂ. 4,110, માસિક ટ્યુશન ફી રૂ. 3010, ત્રિમાસિક વધારાની ફી રૂ. 3300નો સમાવેશ થાય છે. તૈમૂર અલી ખાન હાલમાં ધોરણ 2 નો વિદ્યાર્થી છે અને તેની કુલ વાર્ષિક ફી 64,864 રૂપિયા છે. આ સિવાય અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં વાર્ષિક 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.