Gujarat

સાળંગપુરમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રોના વિરોધમાં હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ

સાળંગપુરધામમાં હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીના ભીંતચિત્રો મુકવામાં આવ્યા છે. આ ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા છે. ભીંતચિંત્રોને લઈને દેશભરમાં રોષ ફેલાયો છે. સનાતન ધર્મના તમામ સાધુ સંતો તેનો વિરોધ કરી રહ્યા છે.

હવે આ વિવાદમાં કરણીસેના પણ મેદાને ઉતરી છે અને દાવો કર્યો છે કે તેઓ દાદાના વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવીને રહેશે. શ્રીફળ વધેરવા માટે હનુમાનજીની જે મૂર્તિ મુકવામાં આવી છે તેને પણ દૂર કરવાનું કહ્યું છે. સનાતન ધર્મના રક્ષણ માટે કરણી સેનાએ સાધુ સંતોને સાળંગપુર પહોચવા અપીલ કરી છે.

હનુમાનજીના અપમાન મુદ્દે હવે ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું એક તમને કોઈ અધિકાર નથી કે તમે રામ કે હનુમાન વિશે ખરાબ બોલો.શંકરાચાર્યનું પ્રાગટ્ય સનાતન ધર્મના રક્ષણ માટે જ થયુ છે. જ્યા સુધી શંકરાચાર્ય ભારત ભૂમિ પર છે દુનિયાની કોઈ તાકાત સનાતનને ક્ષતિ નહીં પહોંચાડી શકે. મુસ્લિમો કે અંગ્રેજોએ સનાતનને નુકસાન કર્યુ છે. હવે આપણા જ લોકો સનાતન ધર્મના વિરોધમાં ગયા છે.