BollywoodIndia

સપના ચૌધરીથી નારાજ છે ઇન્ડસ્ટ્રી? સપનાએ જાતે જ જણાવ્યું આ પાછળનું કારણ

સપના ચોધરીના ગીતોના અઢળક લોકો ચાહક છે, પણ હમણાં સપના ચૌધરીને બૉલીવુડમાં કામ મળી રહ્યું નથી તેના લીધે તે ખૂબ પરેશાન છે. સપના ચૌધરીના ગીતોની દિવાનગી ફક્ત આપણાં દેશમાં જ છે એવું નથી વિદેશમાં પણ ફેલાયેલ છે. સપનાને કામ ના મળવા પાછળ એક કારણ છે જેનો ખુલાસો તેણે જાતે જ કર્યો છે.

સપના ચૌધરીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે હવે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ કામ કરવા માંગે છે. પરંતુ તેને એક કારણસર તેનું સપનું પૂરું કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સપના કહે છે કે તેને ટૂંકા કપડા પહેરવાનું પસંદ નથી. તે કોઈપણ ફિલ્મ અને ટીવી સિરિયલ માટે આવા કપડાં પહેરી શકતી નથી જેમાં તેનું શરીર દેખાતું હોય. જેના કારણે તેમને ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સપના ચૌધરી લગભગ 15 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

હરિયાણામાં પોતાના ગીતોનું જાદુ ચલાવ્યા પછી સપના ચૌધરી ટીવીના ઘણા મોટા રિયાલિટી શો બિગબોસમાં પણ દેખાઈ હતી. બિગબોસમાં સપનાએ પોતાના અનોખા અંદાજથી બધાનું દિલ જીતી લીધું હતું. બિગબોસ પછી સપનાને બૉલીવુડમાં પણ ઘણું કામ મળ્યું છે. સપનાએ ઘણા ગીતોને ફક્ત ગાયા જ છે એવું નથી તેણે ડાન્સ પણ કર્યા છે. તેને જોયા પછી બધા તેમના ખૂબ ચાહક બની ગયા છે.

આ સાથે સપનાએ કામ ન કરવાનું કારણ પોતાનું નબળું અંગ્રેજી પણ જણાવ્યું છે. તેણી માને છે કે તે અન્યની જેમ અંગ્રેજી બોલી શકતી નથી. જે તેમના કામમાં અડચણરૂપ બની છે.સપનાએ સ્વીકાર્યું કે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે સારો વ્યવહાર નથી થતો. લોકો તેને તેની ભાષા પર જજ કરે છે. આટલું જ નહીં સપનાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઘણી વખત તેને શો માટે ડિઝાઈનર ડ્રેસ માટે પણ ઈન્કાર કરવામાં આવ્યો હતો. ડાન્સ અને સિંગર બનવા ઉપરાંત સપના હવે એક્ટિંગમાં પણ હાથ અજમાવવા માંગે છે.