News

18 વર્ષ પછી સારા અલી ખાને કર્યો ખુલાસો, કેમ થયા હતા સૈફ અને અમૃતાના છૂટાછેડા.

સારા અલી ખાનની માતા અને જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ એ 80 અને 90ના દશકની ટોપની અભિનેત્રી માનવામાં આવતી હતી. અમૃતા સિંહએ પોતાના કરિયરમાં વિનોધ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા અનેક મોટા મોટા સુપર સ્ટાર સાથે કામ કર્યું હતું. આ દરમિયાન અમૃતાનું નામ અભિનેતા સની દેઓલ સાથે વિનોદ ખન્ના સાથે અને અને પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે પણ જોડવામાં આવતું હતું. જો કે આ બધા સંબંધમાં કોઈપણ સંબંધ લાંબા ટકતા નથી. એ પછી અમૃતાએ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા તમને જણાવી દઈએ કે અમૃતા સિંહ, સૈફ અલી કરતા 12 વર્ષ મોટી છે. આ બંનેએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા.

13 વર્ષ સાથે રહ્યા બાદ અમૃતા અને સૈફ અલી ખાને વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. સૈફ અને અમૃતાને સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન નામના બે બાળકો છે. અમૃતા પછી સૈફ અલી ખાને બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા. સૈફે વર્ષ 2012માં પોતાનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાનને કરીનાથી બે પુત્રો થયા, જેનું નામ તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન છે.

હમણાં સારા અલી ખાન કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં પહોંચી હતી. અહીંયા તેણે પોતાના માતા પિતાના તલાક વિષે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘આ બહુ સરળ છે. જોવા જઈએ તો તમારી પાસે બે વિકલ્પ હોય છે એક તો એ કે તમે સાથે રહો અને કોઈ ખુશ રહે નહિ, બીજું એ કે તમે અલગ થઇ જાવ અને પોત પોતાના જીવનમાં ખુશ રહો. વધુમાં જયારે પણ મળો છો તો તમને એક અલગ રીતે પ્રેમ મળે.’

સારા અલી ખાને વધુમાં કહ્યું કે, “હું મારી માતા સાથે રહું છું. તે મારી શ્રેષ્ઠ મિત્ર છે અને મારા માટે બધું જ છે. મારા પિતા હંમેશા કૉલ પર અમારા માટે અવેલેબલ છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેને મળી શકું છું. મને નથી લાગતું કે તેઓ એક સાથે ખુશ હતા. તેથી મને લાગે છે કે તે સમયે અલગ થવું તેના માટે શ્રેષ્ઠ નિર્ણય હતો. હવે બંને પોતાના જીવનમાં ખુશ છે અને આ કારણે તેમના બાળકો પણ ખુશ છે. દેખીતી રીતે અમે પહેલા કરતા વધુ ખુશ છીએ.”