GujaratSouth GujaratSurat

ભારતમાં પ્રથમ વખત યોજાઈ સાડી વોકેથોન, હજારોની સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો

સુરત શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં આજે SMC અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઐતિહાસિક ‘સાડી વોકેથોન’ આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં પ્રથમ વખત યોજાયેલ સાડી વોકેથોનમાં સુરતની દશ હજારથી વધુ મહિલા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સુરતના અઠવાલાઈન્સ સ્થિત પોલિસ પરેડ ગ્રાઉન્ડમાં આ ‘સાડી વોકેથોન’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં યોજાયેલ ‘સાડી વોકેથોન’ માં ત્રણ કિલોમીટર સુધીનો યોજાયો હતો. તેના વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં અંદાજીત દસ હજારથી વધુ મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ મહિલાઓ જુદા-જુદા પ્રાંતને રિપ્રેઝન્ટેચ કરતી હોય તેવું સુંદર દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. આ વોકેથોનમાં કેન્દ્રીય ટેકસ્ટાઈલ્સ અને રેલવે રાજયમંત્રી, મેયર, પાલિકા કમીશ્નર સહિત અન્ય ક્ષેત્રની મહિલાઓએ પણ ભાગ લીધો હતો. તેની સાથે ફિટ ઇન્ડિયાનો સંદેશ પણ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ‘વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ્સ ઓફ એલિગન્સ’ ની થીમ આધારિત પર આ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોનને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટિલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી વોકેથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુસર ભારતમાં પ્રથમ વખત સુરતમાં સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કેન્દ્રીય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જેમા ગુજરાતના જુદા જુદા પ્રાંતની સાડીઓ પહેરીને મહિલાઓ વોકેથોન માટે આવેલ છે.