જયારે વહુને સાસુએ આપ્યો અગ્નિદાહ, ત્યાં હાજર લોકો થઇ ગયા ભાવુક
તમે અનેક સાસુ વહુના ઝઘડાઓ વિષે જાણ્યું અને સાંભળ્યું હશે અને ઘણા સમાચાર એવા જોયા જાણ્યા હશે કે જેમાં સાસુ વહુની ઉપર ખુબ અત્યાચાર કરે કે પછી સાસુ વહુના અનેક ઝઘડા તમે જોયા હશે. પણ આજે અમે એવા સાસુ વહુનો કિસ્સો લાવ્યા છીએ જે જાણીને તમને ખુબ પ્રેરણા મળશે. અહીંયા આ કિસ્સામાં એક દીકરો પોતાનો પતિધર્મ ભૂલી ગયો તો તેની સાસુએ વહુ માટે માતા બની ગઈ. સાસુ એ માતા જ નહિ પણ માતાથી વધીને સ્થાન મેળવ્યું.
આ મામલો પીલીભીતના બિલસંદા પોલીસ સ્ટેશન વિસ્તારના પારેવા તુરાહ ગામનો છે. જ્યાં વિમલ કુમાર નામના યુવકે તેની પત્નીની હત્યા કરી લાશને દાટી દીધી હતી. ખરેખર, 1 વર્ષ પહેલા આરોપી વિમલ દિલ્હીમાં નોકરી કરવા ગયો હતો. દિલ્હીમાં વિમલ 28 વર્ષની નૈના નામની યુવતીને મળ્યો. બંને પ્રેમમાં પડ્યા અને પછી બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી બંને ગામ ગયા. વિમલ કુમારને ડ્રગ્સની લત લાગી હતી. જેના કારણે તે હંમેશા તેની પત્ની નૈનાને મારતો હતો. પરંતુ તેની સાસુએ હંમેશા તેની વહુને ટેકો આપ્યો અને તેનું રક્ષણ કર્યું.
બે દિવસ પહેલા વિમલે નૈનાને ખુબ ખરાબ રીતે માર માર્યો હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. વિમલે નૈનાના દેહને એક ખાડામાં દાટી દીધો હતો. પુરાવા હટાવવા માટે તેણે આ સૂચના પોલીસને આપી દીધી. પોતાના દીકરાની આ કરણીથી માતા ખુબ દુઃખી થઇ ગઈ અને તેનાથી રહેવાયું નહિ અને તેણે આખી ઘટના ગામના પ્રધાન પતિ ધર્મેન્દ્ર ગંગવારને કહી દીધી. પછી આ ઘટના બાબત પોલીસ સામે જાય છે. પોલીસે નૈનાનો દેહ બહાર કઢાવ્યો અને પોસ્ટમોર્ટમ પછી તેના દેહને બસંતી એટલે કે સાસુને સોંપી દીધો. પછી આ સાસુ પોતાની વહુના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરે છે.
અહીં નૈનાના કોઈ સંબંધી ન હોવાથી, બસંતીએ નક્કી કર્યું કે તે પોતે નૈનાના અંતિમ સંસ્કાર કરશે. ગામના કેટલાક લોકોએ તો ફફડાટ પણ કર્યો કે, એક મહિલા બીજી મહિલાના અંતિમ સંસ્કાર કેવી રીતે કરી શકે. પરંતુ બસતી તેના નિર્ણય પર અડગ હતી, પછી ગામલોકોએ પણ તેને સમર્થન આપ્યું. જે બાદ બસંતીએ હિંદુ રીતિ-રિવાજ મુજબ પુત્રવધૂના અંતિમ સંસ્કાર કર્યા અને પોતે પણ અગ્નિ પ્રગટાવ્યો.
જ્યારે બસંતીએ નૈનાના મૃતદેહને ચિતા પર મૂક્યો અને તેને પ્રગટાવ્યો ત્યારે આસપાસ એકઠા થયેલા લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો બસંતીનાં વખાણ કરવાનું ચૂકતા નથી. હિંદુ ધર્મના નિષ્ણાતો કહે છે કે જો તેના ઘરમાં કોઈ પુરુષ ન હોય તો સ્ત્રી કોઈને પણ અગ્નિદાહ આપી શકે છે.