GujaratSaurashtra

કોરોના ના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું-વરસાદી માહોલ: અમરેલી ,જસદણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

કોરોના ના કહેર વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળા વાદળો સાથે આકાશ ઘેરાઈ ગયું છે ત્યારે અમરેલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. કેલટીક જગ્યાએ રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા હતા.જસદણ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી.વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થવાની પુરી શક્યતાઓ છે.

અમરેલી ઉપરાંત ભાવનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પણ ખેડૂતો આને નુકસાની ગણાવી રહયા છે. ભાવનગરનાં ગારીયાધારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

કોટડાસાંગાણી પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે કમોસમી થયો હતો. રામોદમાં વરસાદ પડતા ગામની બજારોમા પાણી વહેતા થયા હતા.ખેતરમા કાપણી કરેલા પાક ને પણ નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે.ગોંડલ તાલકુકાના દેરડીકુંભાજી સહિતના વિસ્તારોમાં પણ છાંટા પડયા હતા.