BollywoodIndiaNews

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુ:ખદ સમાચાર, વધુ એક મોટી હસ્તીનું થયું નિધન…

ફિલ્મ નિર્માતા અને સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુ ગરુનું શનિવારે મોડી રાત્રે નિધન થયું.56 વર્ષીય ફિલ્મ નિર્માતા અને અભિનેતા રમેશ બાબુ લાંબા સમયથી બીમાર હતા. તેમને લીવરની બીમારી હતી.તેઓ સુપરસ્ટાર કૃષ્ણાના મોટા પુત્ર હતા.

અભિનેતા રમેશ બાબુનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે તેમનો ભાઈ મહેશ બાબુ કોરોના સંક્રમિત છે.7 જાન્યુઆરીએ મહેશ બાબુએ ટ્વિટ કરીને પોતાને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.

જણાવી દઈએ કે રમેશ બાબુ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું.તેમણે 1974 માં ‘અલ્લુરી સીતારામારાજુ’થી ડેબ્યૂ કર્યું હતું. રમેશ બાબુએ નાના ભાઈ મહેશ બાબુ સાથે પણ ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે.

રમેશ બાબુના આ રીતે જવા પર ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.બીજી તરફ સાઉથના દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ રમેશ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.