ગુજરાતની આ શાળામાં હાઈસ્કૂલના કલાર્કે વિદ્યાર્થીની પાસે કરી એવી માંગણી કે…
આપણા દેશમાં નારીને ઘણું માન સન્માન આપવામાં આવે છે જયારે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નારી પર એવો ત્રાસ આપવામાં આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. ત્યારે હવે આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. આપણે વિચારી પણ નથી શકતા કે મહિલાઓ સાથે ગમે ત્યારે ગમે તે બનાવ બની શકે છે, જેના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. એવામાં આજે એક કિશોરી સાથે એવું બન્યું છે તેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
વડોદરાના વાઘોડિયામાં એક ક્લાર્ક દ્વારા છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વાઘોડિયાના હાઇસ્કુલના ક્લાર્ક દ્વારા 13 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી છે. ક્લાર્ક દ્વારા ભર બજારમાં હાથ પકડી વિદ્યાર્થીનીની છેડતી કરતા હાહાકાર સર્જાયો છે. ત્યારે વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા જરોદ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 13 વર્ષની વિદ્યાર્થીની જઈ રહી હતી તે સમયે ગણપત ભાલિયા નામનો વ્યક્તિ તે સમયે ત્યાં આવી ગયો હતો. ગણપત ભાલિયા શાળામા ક્લાર્કની ફરજ બજાવે છે. ત્યારે ગણપત ભાલીયાએ વિદ્યાર્થીનીને રૂપિયા આપીને ફરવા જવાની ઓફર કરવામાં આવી હતી. આ જોઈ વિદ્યાર્થીની ભયભીત થઈ ગઈ હતી. તેણે માતાપિતાને આ બાબતમાં વાત કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા જરોદ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈસ્કૂલના ક્લાર્ક સામે છેડતી અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદના લઈને ગણપત ભાલીયા નામના ક્લાર્કની શોધખોળ પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.