Gujarat

કોરોનાનો કહેર હળવો થતા આજથી ગુજરાતમાં શાળાઓ ફરી શરૂ, પરંતુ રાખવું પડશે આ ખાસ ધ્યાન

રાજ્યમાં સતત કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કોરોનાના કેસ ચાર હજારની અંદર આવી ગયા છે જ્યારે આ અગાઉ 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા. તેની સાથે કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો તે શાળાઓ ખોલવાનો છે. સરકાર દ્વારા શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. એવામાં આજથી ધોરણ 1 થી 9 ના ઓફલાઈન વર્ગો ફરીથી શરુ થઈ ગયા છે.

સરકાર દ્વારા શનિવારની સાંજે શાળાઓ ખોલવાને લઈને જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના કહેર વધતા 8 જાન્યુઆરીથી ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરવાની આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે હવે કોરોનાનો કહેર ઘટતા ફરીથી સ્કૂલો ઓફલાઈન શરુ થઈ છે. એવામાં શાળાઓ શરુ કરવાના આદેશ બાદ શાળા સંચાલકો, આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને શાળા મોકલવા બાબતે વાલીઓના વોટ્સએપ પર મેસેજ કરવામાં આવ્યા હતા.

શાળાના સંચાલકો દ્વારા બાળકોને માસ્ક પહેરી બાળકોને મોકલવાનું કહેવામાં આવ્યું હતું. તેની સાથે શાળામાં સેનિટાઈઝિંગ સહિતની વ્યવસ્થા સાથે શિક્ષકો સાથે ઓનલાઈન ચર્ચા પણ કરવામાં આવી હતી. તેની સાથે આજે સ્કૂલો શરુ થતા અંદાજા મુજબ જોવા મળી રહ્યું છે કે, સ્કુલોમાં આજે 70 થી 80 ટકા વિદ્યાર્થીઓ આવી શકે છે. કેમ કે હજુ પણ કોરોના તેનો પ્રકોપ દેખાડતો રહે છે. પરંતુ બાળકો માટે શિક્ષણ જરૂરી છે તે જોતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સ્કુલોમાં વધારો જોવા મળી શકે છે.