Corona Virus

કોરોનાની રસી શોધાયા પહેલા એની જાતે જ ખત્મ થઇ જશે પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે : WHO

છેલ્લા કેટલાય સમયથી કોરોના સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે.કોરોનાની મહામારી ના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે તો કરોડો લોદોએ પોતાની નોકરી ધંધો છોડવાની ન્નોબત આવી ગઈ છે,કોરોનાને કારણે અર્થતંત્ર ખુબ જ નબળી હાલતમાં આવી ગયું છે.કોરોનાની સામે લડવા સરકારો અને તંત્ર પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે.આને પગલે છેલ્લા બે મહિના જેટલા સમયથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

તો બીજી બાજુ WHO ના એક મહાન વૈજ્ઞાનીકે મોટો દાવો કર્યો છે.તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના એક કેન્સર પ્રોગ્રામના ડિરેક્ટર રહી ચુકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઈને એક મોટો દાવો કરતા કહ્યું છે કે કહ્યું કે દુનિયાભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ કારગર રસી બનાવવા માટે ખુબ જ પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ કોરોનાની રસી શોધાશે તે પહેલા કોરોના જાતે જ પોતાની જાતે ખત્મ થઈ જશે.

વધુમાં સિકોરાએ કહ્યું છે કે, ‘કોરોના વાયરસ વિરુદ્ધ દરેક જગ્યાએ એક જ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે. મને લાગે છે કે આપણી અંદર અનુમાન કરતા પણ વધારે રોગપ્રતિકારક શક્તિ છે. એમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે હાલ ફક્ત વાયરસના ફેલાવાને ધીમો કરવાનો છે. જે અઘરું તો છે પરંતુ આ શક્ય થઈ શકે છે.

સિકોરાએ કહ્યું હતું કે ‘આપણે ફક્ત સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે જો આપણે આ વાતનું ધ્યાન રાખશું તો મને આશા છે કે આંકડા આપણી તરફ ફેરવાઈ જશે.’ તમને જણાવી દઈએ કે ભારીતયમૂળના બ્રિટિશ અધિકારી એવા આલોક શર્માએ રવિવારે જ કહ્યું કે, ‘એવું શક્ય છે કે યુકે ક્યારેય કોવિડ-19ની રસી શોધવામાં સફળ ન રહે.’ તેમણે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ‘આપણા વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવા માટે ખુબ જ પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતા એવું પણ બની શકે છે કે આપણને આ રસી ક્યારેય ન મળે જો આવું થાય તો પણ આપણે તેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ.