IndiaNews

સીમા હૈદરે PM મોદી-અમિત શાહ અને CM યોગીને રાખડી મોકલી, પોતાના દિલની વાત કરી…

પાકિસ્તાની મહિલા સીમા હૈદર સતત ચર્ચામાં રહે છે. તેમણે ભારતીય સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી છે. તે દરેક તીજ તહેવારની ઉજવણી કરે છે. હવે સીમા ભાઈ-બહેન વચ્ચેના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત ભારતના તમામ મોટા નેતાઓને રાખડી મોકલી છે. હવે જોવાનું એ રહેશે કે તેમને વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરફથી શું ભેટ મળે છે.

સીમા હૈદરે વીડિયોમાં સીએમ યોગી અને પીએમ મોદીને વિનંતી કરી છે

સીમા હૈદરે પોતાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે પહેલા બધાને જય શ્રીરામ કહ્યું, ત્યારબાદ રાખી બતાવીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યથ અને આરએસએસના વડા મોહન ભાગવત મારા ભાઈઓ છે.

તેથી જ આ રક્ષાબંધન પર મેં મારા આ ભાઈઓને રાખડી મોકલી છે. કૃપા કરીને મને તમારી નાની બહેન માનીને મારી રાખડી સ્વીકારો. તેમજ રક્ષાબંધનના દિવસે તમારા કાંડા પર આ રાખડી બાંધો… આ સિવાય સીમાએ કહ્યું કે હું મારા વકીલ એપી સિંહને પણ રાખડી બાંધવા માંગુ છું, તેઓ મારા મોટા ભાઈ જેવા છે.

પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર તેના પ્રેમી સચિન મીનાને મળવા આવી હતી. પરંતુ હવે તે યુપીના નોઈડામાં સચિન સાથે પત્ની તરીકે રહે છે. સીમા અને સચિન વર્ષ 2019માં ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે પ્રેમમાં પડ્યા હતા. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે ધીમે પ્રેમ સુધી પહોંચી ગયો. સીમા હૈદર પરિણીત છે અને ચાર બાળકોની માતા છે, પરંતુ તેણે સચિનના ખાતર પોતાના પતિ અને દેશ પાકિસ્તાન છોડી દીધું હતું.

10 માર્ચ 2023ના રોજ બંને નેપાળમાં પહેલીવાર મળ્યા હતા. આ પછી તેઓએ સાથે રહેવાનું વચન આપ્યું. ત્યારબાદ 13 મેના રોજ સીમા દુબઈ અને નેપાળ થઈને વિઝા વગર ભારત આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી સીમા સતત ચર્ચામાં છે, તે પોતાના ચાર બાળકોને પણ પોતાની સાથે લઈ આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ તેની સામે તપાસ કરી રહી છે કે શું સીમા ISIની એજન્ટ છે.