health

કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને ઘટાડે છે તલ, જાણો તેનાથી થતા વિશેષ લાભ વિશે

શિયાળાની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં તલ અને ગોળનો ઉપયોગ વધી જતો હોય છે. ખાસ કરીને મકરસંક્રાંતિ નો તહેવાર આવે એટલે લોકો તલ અને ગોળની બનેલી મીઠાઈનો ઉપયોગ કરે છે અને ભોજનમાં પણ તલનો ઉપયોગ કરતા હોય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ઠંડી ના વાતાવરણમાં તલનો ઉપયોગ કરવો શરીર માટે લાભકારી છે કારણ કે તે શરીરને અંદરથી ગરમી આપે છે. આજ કારણ છે કે શિયાળા દરમિયાન તલ અને ગોળ માંથી બનેલી વસ્તુઓ ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

તલ ફાઇબર નો પણ ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. 30 ગ્રામ તલમાંથી 3.5 ગ્રામ ફાઇબર મળે છે. તલનું સેવન નિયમિત રીતે કરવાથી શરીરમાં ફાઇબરનું પ્રમાણ વધે છે જે પાચનના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

તલનું સેવન કરવાથી હૃદય રોગ કેટલાક પ્રકારના કેન્સર છોડતા અને ટાઈપ ટુ ડાયાબિટીસથી પણ બચી શકાય છે. કેટલીક રિસર્ચ પછી જાણવા મળ્યું છે કે નિયમિત રીતે તલ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે. તેના કારણે હૃદય રોગનું જોખમ પણ ઘટે છે.

જે લોકોને બ્લડ સુગર ની સમસ્યા હોય તેમણે પણ તલનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ તેનાથી લાભ થાય છે. તલમાં કાર્બ નું પ્રમાણ ઓછું હોય છે અને પ્રોટીન હોય છે જે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.

ખાસ કરીને તલનું સેવન નિયમિત રીતે કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેમાં ઝીંક સેલેનિયમ કોપર આયર્ન વિટામિન ઈ ની માત્રા વધારે હોય છે જે ઇમ્યુનિટી ની સિસ્ટમને બુસ્ટ કરે છે.