BollywoodIndia

મહાભારતના શકુની મામા ગુફી પેન્ટલ હોસ્પિટલમાં દાખલ, હાલત અત્યંત નાજુક

‘મહાભારત’માં ‘શકુની મા’નો રોલ કરનાર અભિનેતા ગુફી પેન્ટલ (gufi paintal) ને દરેક વ્યક્તિ જાણે છે. ગુફી પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત અત્યંત નાજુક છે. આ માહિતી ગુફી પેન્ટલની મિત્ર અને ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ આપી છે. અભિનેતાના ફોટોની પોસ્ટ શેર કરતા ટીના ઘાઈએ કેપ્શનમાં લખ્યું, “ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. કૃપા કરીને પ્રાર્થના કરો”.

ટીના ઘાઈએ આગળ તેના ચાહકોને તેના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. જો કે, તેણે તેની પોસ્ટમાં વધુ ખુલાસો કર્યો નથી. અહેવાલો અનુસાર, ગુફી પેન્ટલ લાંબા સમયથી બીમાર હતા, પરંતુ તાજેતરમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ચાહકો ગુફી પેન્ટલના ઝડપથી સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “ભગવાન તમને જલ્દી આશીર્વાદ આપે, આ ​​અમારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ.” તો જ્યારે અન્ય યુઝરે લખ્યું, “ભગવાન શિવ તમને જલ્દી સાજા કરે.”

ગુફી પેન્ટલ રફૂ ચક્કર, દેસ પરદેસ, દિલ્લગી, મેદાન-એ-જંગ, દાવા અને બીજા ઘણા શોમાં દેખાયા છે. તે કાનૂન, સૌદા, અકબર બિરબલ, ઓમ નમાય શિવાય, શ્રીમતી કૌશિક કી પાંચ બહું, કર્ણ સંઘિની અને અન્ય જેવા ટીવી શોનો પણ ભાગ રહી ચૂક્યો છે. પેન્ટલે હેલો ઇન્સ્પેક્ટર અને ખોટે સિક્કી જેવા ટેલિવિઝન શોનું નિર્માણ પણ કર્યું છે.