હવે મેડિકલ પર જઈને કોન્ડમ માંગતા નહીં આવે શરમ, કોન્ડમ લેવા માટે આવી ગયું મશીન

સુરત શહેર હંમેશા ચર્ચામાં રહેનાર શહેર રહેલું છે. જ્યારે આજે સુરત શહેર તેના અનોખા પ્રયોગો ના લીધે ચર્ચામાં આવી ગયું છે. સુરતના બે વિદ્યાર્થી દ્વારા કોન્ડોમ મશીન ની શોધ કરવામાં આવી છે. તેના લીધે સુરત ચર્ચાનો વિષય બન્યું છે. આ બાબતનો વિડીયો હાલ સોશિયલ મીડીયા આગ ની જેમ વાયરલ થઈ રહ્યો છે.
મોબાઈલના માધ્યમથી જે તે વ્યક્તિ ડિજિટલ પેમેન્ટ દ્વારા આ મશીન થી ગમે ત્યારે કોન્ડમ ની ખરીદી કરી શકાશે. સુરત શહેર એ ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં કોન્ડોમ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીનની વાત કરીએ તો તેને ડભોલી ચાર રસ્તા પાસે આવેલ શ્યામ મેડિકલ ખાતે લગાવવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, સુરત શહેરમાં ગુજરાતનું પ્રથમ કોન્ડમ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. સુરતના રાંદેર ખાતે આવેલ ડભોલી વિસ્તારમાં એક મેડિકલની દુકાનની બહાર કોન્ડમ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. હાલ તો સોશિયલ મીડિયા પર આ મશીનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણકારી મુજબ ભાવિક વોરા અને જીગર ઉનગર નામમાં બે મિકેનિકલ એન્જીનિયરોએ આ મશીન બનાવ્યું છે. આ બંને વિદ્યાર્થીઓએ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાંથી વર્ષ 2019માં મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
આ બાબતમાં જીગર ઉનગરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોન્ડમની ખરીદી કરતી વખતે મોટેભાગે લોકો શરમાઈ જતા હોય છે. અને મેડિકલ સ્ટોર પર જઈને કોન્ડોમ માંગી શકતા નથી. સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. તેના લીધે અમે બન્ને મિત્રોએ આ મશીન બનાવવાનું નક્કી કર્યું હતું. ખૂબ જ સરળતાથી આ આ મશીનનો ઉપયોગ કરી શકાય છે. ચાર પ્રકારના કોન્ડમ મશીનમાં મળી રહી છે. આ સિવાય મશીન પર કોન્ડમના બોક્સની કેટલીક તસ્વીરો પણ રહેલી છે. તેના નીચે એક બટન તેમજ કોંડમનો પ્રોડક્ટ નંબર લખવામાં આવેલ છે. કોન્ડમ ખરીદવા માટે બોક્સની નીચેની બાજુ રહેલ બટન દબાવીને સ્ક્રીન પર આવતા QR કોડને સ્કેન કરીને કોન્ડમની કિંમત ચુકવવાની રહેશે. ચુકવણી થઈ જતા જ કોન્ડમ મશીનની બહાર આવી જશે.
તેમને વધુમાં જણાવ્યું કે, ઘણા લોકો કોન્ડમ ખરીદતા શરમ અનુભાવતા હોઈ છે તેના લીધે તે ક્યારેક તો મેડીકલ સ્ટોર પર પણ જઈને બોલતા પણ અચક્તા હોય છે. એવામાં હવે આ મશીન આવી ગયું છે. આ મશીનમાંથી લોકો 24 કલાકમાં ગમે ત્યારે કોન્ડમની ખરીદી કરી શકશે. લોકો મોબાઈલ દ્વારા પેમેન્ટ કરી સરળતાથી કોઈ પણ બ્રાન્ડના કોન્ડમની ખરીદી કરી શકશે. મારો મિત્ર વડોદરા શહેરમાં અને હું સુરત શહેરમાં નોકરી કરું છું. હાલ અમે સુરત શહેરના ડભોલી કતારગામ વિસ્તાર ખાતે આવેલ શ્યામ મેડિકલ પાસે હાલ પ્રથમ મશીન લગાડવામાં આવેલ છે.