જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. કહેવાય છે કે શનિદેવની નજર પડે તો રંક પણ રાજા બની જાય છે. સાથે જ શનિદેવ વ્યક્તિને કર્મો અનુસાર સજા પણ આપે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ એવા જ એક દેવતા છે જેનાથી દરેક વ્યક્તિ ડરે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે. પરંતુજણાવી દઈએ કે શનિદેવ પણ કેટલાક દેવી-દેવતાઓથી ડરે છે. એટલું જ નહીં,જે વ્યક્તિ આ દેવતાઓની પૂજા કરે છે, તેના પર શનિની ખરાબ દ્રષ્ટિ ક્યારેય પડતી નથી.
શનિદેવ પીપળા થી ડરે છે , શાસ્ત્રોમાં એક દંતકથા છે. જે મુજબ એવું માનવામાં આવે છે કે ઋષિ પિપલાદના માતા-પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. જ્યારે તે મોટા થયા ત્યારે તેમને ખબર પડી કે તેના માતા-પિતા શનિની દશાને કારણે મૃત્યુ પામ્યા છે. આ જાણીને પીપલાદ ખૂબ ગુસ્સે થયા અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડ નીચે બેસીને કઠોર તપસ્યા કરી. આ સાથે તેણે પીપળાના પાનનું જ સેવન કર્યું.
આનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ જ્યારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે પીપલાદે બ્રહ્મદંડ માંગ્યું અને બ્રહ્મદંડથી પીપળાના ઝાડ નીચે બેઠેલા શનિદેવ પર હુમલો કર્યો. જેના કારણે શનિદેવ નો પગ ભાંગી ગયો હતો. ત્યારે શનિદેવે સંકટ સમયે ભગવાન શિવને યાદ કર્યા, જેમણે આવીને પિપપલાદના ક્રોધને શાંત કર્યો અને શનિદેવની રક્ષા કરી. ત્યારથી શનિદેવ પીપળાથી ડરવા લાગ્યા એવું માનવામાં આવે છે.
ભગવાન હનુમાન: પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન હનુમાને શનિદેવને રાવણના કેદમાંથી મુક્ત કર્યા હતા. તે સમયે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેઓ તેમના પર ક્યારેય નજર નહીં નાખે. પરંતુ સમય જતા તે આ વચન ભૂલી ગયા અને તે હનુમાનજીને સાડાસાતની તકલીફ આપવા લાગ્યા. આવી સ્થિતિમાં હનુમાનજીએ તેમને માથામાં બેસવાની જગ્યા આપી. શનિદેવ હનુમાનજીના મસ્તક પર બિરાજતાની સાથે જ તેમણે એક ભારે પર્વતને ઊંચકીને તેમના માથા પર બેસાડ્યો. શનિદેવ પહાડના ભાર નીચે કકળાટ કરવા લાગ્યા અને હનુમાનજી પાસે ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે શનિદેવે વચન આપ્યું હતું કે તેઓ હનુમાનજી અને તેમના ભક્તોને ક્યારેય હેરાન નહીં કરે, ત્યારે પછી હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા.
ભગવાન શિવ: પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શંકરે શનિદેવને કર્મ દંડાધિકારીનું પદ આપ્યું હતું. ભગવાન સૂર્યે તેમના પુત્રોની ક્ષમતા અનુસાર તેમને અલગ-અલગ દુનિયાનું આધિપત્ય આપ્યું, પરંતુ પિતાના આદેશનો અનાદર કરીને શનિદેવે અન્ય દુનિયાને પણ કબજે કરી લીધી. સૂર્યના ભગવાન શંકરે વિનંતી કરી કે તેઓ શનિને સાચો માર્ગ બતાવે. આ પછી ભગવાન શિવે પોતાના ગણોને શનિદેવ સાથે યુદ્ધ કરવા મોકલ્યા પરંતુ શનિદેવે તે બધાને હરાવ્યા. ત્યારે ભગવાન શંકરને શનિદેવ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી.
આ ભીષણ યુદ્ધમાં જ્યારે શનિદેવે ભગવાન શંકર પર જ મારક દ્રષ્ટિ લગાવી દીધી, ત્યારે મહાદેવે તેમની ત્રીજી આંખ ખોલી અને શનિ અને તેના તમામ લોકોનો નાશ કર્યો. એટલું જ નહીં ભગવાન ભોલેનાથે શનિદેવને પોતાના ત્રિશૂળના પ્રહારથી બેભાન કરી દીધા હતા. આ પછી શનિદેવને પાઠ ભણાવવા માટે ભગવાન શંકરે તેમને 19 વર્ષ સુધી પીપળાના ઝાડ પર ઉંધા લટકાવી દીધા. આ વર્ષો દરમિયાન શનિદેવ ભગવાન ભોલેનાથની પૂજામાં લીન હતા. એટલા માટે કહેવાય છે કે શનિદેવ ક્યારેય પણ ભગવાન શિવના ભક્તો પર પોતાની વક્રદૃષ્ટિ નથી નાખતા.
પત્ની: પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે શનિદેવ પોતાની પત્નીથી પણ ડરે છે. દંતકથા અનુસાર ભગવાન શનિના લગ્ન ચિત્રરથની કન્યા સાથે થયા હતા. એક દિવસ તે પુત્ર ઈચ્છા સાથે શનિદેવ પાસે ગયા. પરંતુ તે સમયે તે કૃષ્ણની ભક્તિમાં મગ્ન હતા. પરંતુ લાંબા સમય સુધી તેની રાહ જોયા બાદ તે થાકી ગઈ અને અંતે તેણે ગુસ્સામાં આવીને શનિદેવને શ્રાપ આપ્યો હતો.