health

શરદી, નાકની એલર્જી, બંધ નાક, નાકમાંથી વહેતું પાણી, માથાનો દુખાવો આવી બીમારીઓમાંથી છુટકારો મેળવવા કરો આ ઉપાય,

નમસ્કાર મિત્રો,આજે આપણે મોટે ભાગે દરેકને ઉપયોગી બને એ રીતે માહિતી શેર કરીશું.આજે આપણે ફળ કે વનસ્પતિ વિશે વાત કરીશું જેનો ઉપયોગ કરવાથી નાકની એલર્જી, શરદી, બંધ નાક, નાકમાંથી વહેતું પાણી, માથાનો દુખાવો આવી બીમારીઓમાંથી છુટકારો મળે છે.જે વનસ્પતિનું નામ કાયફળ છે.

કાયફળ નામ કદાચ તમે પહેલી વાર વાંચતા હશો પણ આયુર્વેદની અંદર મહર્ષિશુશ્રૂતે ખૂબ વખાણ કર્યા છે.આ કાયફળનો ઘણા બધા રોગની અંદર ઉપયોગ થાય છે.વાત કરીએ તો થોડાક વર્ષો પહેલા ગામડાની બહેનો છીંકણી સૂંઘતી હતી અથવા અત્યારે અમુક લોકો છીંકણી સૂંઘતા હોય છે આ એક પ્રકારનું વ્યસન હોય છે.

આ છીંકણી તમાકુની બને છે,આ તમાકુની અંદર નિકોટિન નામનું તત્વ છે.એટ્લે એ શરીરને નુકસાન કરે છે.આપણે આયુર્વેદ મુજબ વાત કરીએ તો કાયફળ વનસ્પતિની સૂકી ચાલ કાઢો અને તેને મિકચરમાં દળી પાવડર બનાવી લો,અને તેને ડબ્બામાં ભરી દો, અને જે પાવડર તૈયાર થાય છે તેને આયુર્વેદિક છીંકણી કહેવાય છે.ગમે તેવી શરદી થઈ હોય તેને આ છીંકણી ગાયબ કરી દે છે.

શરદી મટાડવા શું કરવું ? આ આયુર્વેદિક છીંકણી થોડીક હાથમાં લઈ નાકનું એક બાજુનું નસકોરુ આંગળી વડે દબાઈ રાખો જ્યારે બીજા નસકોરાથી આ છીંકણીનો ઊંડો શ્વાસ લો, ત્યારબાદ બીજું નસકોરું દબાઈ શ્વાસ લો, આમ વારાફરતી ૪-૫ વખત શ્વાસ લો.આવું કલાકે-કલાકે કાયફળની છીંકણી સૂંઘી શકો છો.

આનાથી તમારુ નાક પણ ખૂલી જશે,માથાનો દુખાવો પણ દૂર થઈ જશે,ખાસ ધ્યાન એ રાખશો કે કાયફળનો ઉપયોગ કરવાનો છે જાયફળનો નહીં.આ કાયફળનો પાવડર અથવા કાયફળની છાલ ગાંધીની દુકાને મળી રહેશે.આ કાયફળને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.