health

શરીરના કોઈ પણ ભાગે નસ દબવી, નસ બ્લોકેજ હોવી, ચક્કર આવવા, આવી સમસ્યા મટાડવા આ ઉપાય રામબાણ ઈલાજ,

નમસ્કાર દોસ્તો, જો કોઈ માણસને શરીરમાં કોઈપણ ભાગે નસ દબતી હોય અથવા નસ બ્લોકેજ હોય આવી જે સમસ્યાઓ થાય છે તે પાછળનું કારણ આધુનિક જીવનશૈલી છે.ખાસ કરીને બેઠાળું જીવન જીવતા લોકોને આ સમસ્યા વધુ થઈ શકે છે.જોઈએ તો ઘણા લોકોને શરીરના કોઈ પણ ભાગે નસ દબતી હોય છે,નસ દબતી હોય ત્યાં દુખાવા થાય છે,વારંવાર ખાલી ચઢી શકે છે,સોજો આવી શકે છે,આવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ઘણીવાર નસો બ્લોકેજ થાય છે જેની સીધી અસર મગજ પર પહોંચે છે.આ સમસ્યાઓ દૂર કરવા માટે આજે આપણે દેશી ઘરેલુ ઉપાય વિશે જાણીશું.જે દરેક વસ્તુ તમારા રસોડામાં જોવા મળે છે.અને જો આ મસાલાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો શરીરની ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.આ વસ્તુના ઉપયોગથી નસ દબવી અને બ્લોકેજની સમસ્યાને દૂર કરી શકાય છે.

સૌથી પહેલા તમારે રાત્રે સૂતા સમયે અડધી ચમચી મેથીના દાણા લેવા, ત્યારબાદ તજનો નાનો ટુકડો લો, આ બંનેને એક ગ્લાસ પાણીમાં નાખી આખી રાત પલાળી રાખો. ત્યારબાદ સવારે વહેલા ઉઠી આ પાણીને ગાળી દો. પછી પાણીને હુંફાળું ગરમ કરો.
ત્યારબાદ સવારે નરણા કોઠે પી જાઓ.

પછી જે તજનો ટુકડો અને મેથી દાણા બચ્યા એમાં એક ચમચી મધ મિક્સ કરી ધીમે-ધીમે ચાવીને ખાઈ જાઓ.આવું નિયમિત કરવાથી શરીરની ઘણી બીમારીઓમાંથી છુટકારો મળે છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.