બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઘરે હાલ ખુશીનો માહોલ છે. કેમ કે શિલ્પા ફરીથી માતા બની છે. તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિલ્પાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.પુત્રીનો જન્મ 15 ફેબ્રુઆરી 2020 માં થયો હતો.સરોગસી દ્વારા પુત્રીનો જન્મ થયો છે. સોશિયલ મીડિયા પર શિલ્પાએ પુત્રીના હાથની તસવીર શેર કરી છે.
ફોટો શેર કરતી વખતે શિલ્પા શેટ્ટીએ લખ્યું – ઓમ ગણેશાય નમઃ , આપણી પ્રાર્થનાનો જવાબ મળી ગયો છે. અમને એમ કહીને આનંદ થાય છે કે એંજલ આપણા ઘરમાં પ્રવેશી છે. સમિષા શેટ્ટી કુંદ્રા. 15 ફેબ્રુઆરી 2020 ના રોજ સમીશેનો જન્મ થયો હતો.
આ દરમિયાન ડિરેક્ટર ફરાહ ખાને શિલ્પાની પોસ્ટ પર ટિપ્પણી કરી. ફરાહ ખાને કોમેન્ટ લખ્યું કે, ભગવાનનો આભાર, હવે હું આનાથી વધુ સિક્રેટ રાખી શકું નહીં. ફરાહની ટિપ્પણી પરથી સ્પષ્ટ થાય છે કે શિલ્પાએ આ વાત છુપાવી રાખી હશે, પરંતુ ફરાહને આ ખબર હતી. શિલ્પાને સોશિયલ મીડિયા પર અભિનંદન મળવા લાગ્યા છે. આ દિવસ શિલ્પા માટે ખૂબ જ ખાસ છે.
શિલ્પા પહેલાથી જ એક પુત્રની માતા છે. તેમના પુત્રનું નામ વિઆન રાજ કુંદ્રા છે. જેનો જન્મ 2012 માં થયો હતો.જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના લગ્ન 22 નવેમ્બર, 2009 ના રોજ થયા છે. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા ફરી એકવાર માતા બની છે.
આ દિવસોમાં શિલ્પા પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિઆન સાથે ખુશીથી પોતાનું જીવન માણી રહી છે. હવે તે તેની પુત્રીના આગમનથી વધુ ઉત્સાહિત છે.