Bollywood

44 વર્ષની ઉંમરે હજી પણ કુંવારી છે શિલ્પા શિંદે, એક સમયે લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ ગઈ હતી

ટીવીનો પ્રખ્યાત શો ‘બિગબોસ-11’થી ફેમસ થયેલ અભિનેત્રી શિલ્પા શિંદેએ ટીવી જગતમાં પોતાની એક આગવી ઓળખાણ બનાવી છે. તે ટીવીની ફેમસ સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’થી પણ ખુબ ફેમસ થઇ હતી. આ સીરિયલમાં તે અંગુરી ભાભીનું પાત્ર ભજવી રહી હતી.

તમને જણાવી દઈએ કે, શિલ્પા શિંદે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં છે અને તે લગભગ 44 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. જોકે, એક સમયે શિલ્પા શિંદેનું નામ પ્રખ્યાત અભિનેતા રોમિત રાજ સાથે ચર્ચામાં હતું. એટલું જ નહીં પરંતુ બંનેના લગ્ન પણ થવાના હતા અને કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ પછી અચાનક તેમના લગ્ન તૂટી ગયા અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો. આવો જાણીએ શિલ્પા શિંદે અને રોમિત રાજની લવ સ્ટોરી વિશે અને તેમના લગ્ન કેવી રીતે અટક્યા.

શિલ્પા શિંદે અને એક્ટર રોમિત રાજ સિરિયલ ‘મયકા’માં એકબીજા સાથે કામ કર્યું હતું. આ દરમિયાન આ બંનેની જોડી ખૂબ જ લોકપ્રિય બની હતી અને અંગત જીવનમાં પણ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ પછી બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી પરિવારની સહમતિથી વર્ષ 2009માં સગાઈ કરી લીધી.

સગાઇ પછી તેણે પોતાના સંબંધો ઓફિસિયલ જાહેર કર્યા હતા અને બધે જ આ બંને સાથે જોવા મળતા હતા. તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે અને રોમિત રાજે 29 નવેમ્બર 2009માં ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ બંનેના લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ ગઈ હતી અને બધી બાજુ તેમના લગ્નની વાતો થતી જોવા મળતી હતી પછી અચાનક શિલ્પા શિંદે એ લગ્ન તોડવાનો નિર્ણય લઈને ચાહકોને ચોંકાવી દીધા હતા.

7 વર્ષથી એકબીજાની સાથે રહેલા આ કપલનું અચાનક બ્રેકઅપ થઈ ગયું અને ચાહકો તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. દરેક જગ્યાએ શિલ્પા શિંદે અને રોમિત રાજના લગ્ન ચર્ચામાં બન્યા હતા. એક ઈન્ટરવ્યુમાં શિલ્પા શિંદેએ તેનું કારણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે રોમિત તેના માટે સારો પતિ સાબિત થઈ શકે તેમ નથી. વર્ષ 2016માં એક ઈન્ટરવ્યુ દરમિયાન શિલ્પા શિંદેએ ખુલાસો કર્યો હતો કે કરવા ચોથના 2 દિવસ પહેલા જ તેને ખબર પડી ગઈ હતી કે રોમિત તેના માટે સારો પતિ સાબિત નહીં થાય. શિલ્પા શિંદેએ ખુલાસો કર્યો હતો કે રોમીતે તેના પરિવારનું અપમાન કર્યું હતું.

આ પછી જ તેણે નક્કી કર્યું હતું કે તે રોમિત સાથે લગ્ન નહીં કરે અને આ સંબંધને હંમેશ માટે સમાપ્ત કરી દેશે. આ દરમિયાન શિલ્પા શિંદેએ કહ્યું હતું કે તે તેના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદેથી અલગ થયા બાદ રોમિત રાજે વર્ષ 2010માં ટીના કક્કર સાથે લગ્ન કર્યા હતા. જ્યારે શિલ્પા શિંદે હજુ સિંગલ છે.