health

શિયાળામાં મળતી આ વસ્તુ તમે નહીં ખાધી તો સમજો શિયાળામાં તમે કઈ જ ખાધું નથી…

નમસ્કાર મિત્રો,આજે આપણે એક એવી વસ્તુ વિશે જાણીશું, કહેવાય છે કે જો તમે આ વસ્તુ શિયાળામાં ન ખાધી તો સમજો શિયાળો એમનેમ પસાર થયો.આ વસ્તુ શિયાળામાં જ મળે છે.આ વસ્તુનું નામ લીલી હળદર છે,લીલી હળદરનું અથાણું ખાવું શિયાળામાં ખૂબ જ લાભદાયક છે.

આ અથાણું કઈ રીતે બનાવવું એ યુ ટ્યુબમાં જોવા મળી રહેશે.શિયાળામાં આ અથાણું ખાવાથી શરીરમાં ભરપૂર લોહી બને છે.તમે કાચી લીલી હળદર પણ ખાઈ શકો છો,તમે ઘરે જમવા બેસો એ સમયે નાના નાના ટુકડા કરી ખાઈ શકો છો.લીલી હળદર ખાવાથી પાચનક્રિયાને સુધારે છે.ખરેખર શિયાળામાં લીલી હળદર ખાવી ખૂબ જ લાભદાયક છે.

લીલી હળદર તૂરી,કડવી,ગરમ,પાચનમાં હલકી,શરીરનો વર્ણ સુધારનારી,અને કફનાશક રક્તવર્ધક,રુચિવર્ધક,કૃમિનાશક, આવી ગુણકારી છે.હળદરના પોષક તત્વો જોઈએ તો વિટામિન A, વિટામિન B, વિટામિન C,ફાઈબર,આયર્ન, પોટેશિયમ અને ઝીંક ખૂબ સારા પ્રમાણમાં છે.માટે લીલી હળદર શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી ખાઓ.અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.