
Shocking Viral VIDEO : મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ગૌરી સરોવરમાં એક કાર ખાબકી હતી. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના ભિંડ જિલ્લાના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ગૌરી તળાવની છે. અહીં સોમવારે મોડી સાંજે મારુતિ ઓમની વાન સીધી ગૌરી સરોવરમાં ઘુસી ગઈ હતી. આ ઘટનામાં કાર ચાલકનું મોત થયું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક વ્યક્તિ કાર ડૂબી જાય તે પહેલા જ તેમાંથી કૂદી ગયો હતો, જ્યારે અન્ય વ્યક્તિને સ્થાનિક લોકોએ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. તળાવમાંથી બહાર કાઢવામાં આવેલો વ્યક્તિ ખૂબ જ નશામાં હતો.જણાવવામાં આવી રહ્યું છે કે તળાવમાંથી જે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો તે એટલો નશામાં હતો કે તે પોલીસને કંઈ કહી શકવાની સ્થિતિમાં પણ નહોતો. આ પછી તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીકના ચોક પર લગાવેલા સીસીટીવી કેમેરામાંથી સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે પુષ્ટિ કરી કે કાર તળાવમાં ડૂબી ગઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ડીએસપી પૂનમ શર્મા અને સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી શિવ સિંહ યાદવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે એસડીએમ ઉદય સિંહ સિકરવાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
MP के भिंड में बड़ा हादसा, गौरी सरोवर तालाब में गिरी ओमनी कार. #CCTV वीडियो आया सामने..#OmniCar #BhindAccident #MadhyaPradesh pic.twitter.com/A7lK5QNAri
— India TV (@indiatvnews) May 2, 2023
અધિકારીઓ દ્વારા તાત્કાલિક SDRF ટીમને પણ બચાવ માટે બોલાવવામાં આવી હતી. એસડીઆરએફની ટીમે કાર ડૂબવાના સ્થળે બચાવકાર્ય શરૂ કર્યું, તેને થોડી જ વારમાં સફળતા મળી. SDRF દ્વારા ફેંકવામાં આવેલા હૂકમાં કારનો ગેટ ફસાઈ ગયો. ત્યારબાદ ક્રેનની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેમાં કાર ચાલકનું ડ્રાઇવિંગ સીટ પર જ મોત નિપજ્યું હતું. તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.