શું બાળકોને પણ રસીનો બુસ્ટર ડોઝ આપવો પડશે ? જાણો WHO એ શું ચેતવણી આપી ?
કોરોના દિવસે-દિવસે વધતો જાય છે,અત્યારે કોરોનોનો ઓમિક્રોન વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે,આ બધાને ધ્યાનમાં લઈને દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝ પર તૈયારી ચાલી રહી છે.આ દરમિયાન,વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોપ સાયંટિસ્ટ ડૉ. સોમ્યા વિશ્વનાથને કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે તંદુરસ્ત બાળકો અને કિશોરોને રસીની બૂસ્ટર ડોઝ આપવાની જરૂર પડશે.
ઓમિક્રોન વેરિઅન્ટ અંગે તેમણે કહ્યું કે એવું જરૂરી નથી કે દરેક વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને રસીકરણમાં ફેરફાર કરવામાં આવે.વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોપ ડૉક્ટરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા,જર્મની અને ઇઝરાયેલ જેવા દેશોએ બાળકોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દીધું છે.
જ્યારે ભારતમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાની શરુઆત થઈ છે.USA માં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 12 થી 15 વર્ષના બાળકો માટે બૂસ્ટર ડોઝની મંજૂરી આપી છે.ડો.સોમ્યા વિશ્વનાથે કહ્યું કે સરકારે રસીના બૂસ્ટર ડોઝ પર ફરી વિચાર કરવો જોઈએ.