BollywoodIndiaNews

શું ફિલ્મ RRR આ સમયે રીલીઝ થઈ શકે છે ? જાણો આ વાત પર ફિલ્મ ડિરેક્ટરે શું કહ્યું…

કોરોનાના વધતા જતા કેસોને જોતા ઘણા રાજ્યોમાં સિનેમા હોલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પછી ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોની રિલીઝ મોકૂફ રાખી હતી.આમાંથી ઘણાએ આગળની રિલીઝ ડેટ વિશે પણ માહિતી આપી નથી.દરમિયાન,એવા સમાચાર છે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR ના ડિરેક્ટર એસએસ રાજામૌલી આ વર્ષે ઈદ પર તેમની ફિલ્મ રિલીઝ કરી શકે છે.

રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સે ફિલ્મની નવી રિલીઝ ડેટ માટે ફરી ચર્ચા શરૂ કરી દીધી છે.અહેવાલો છે કે આ ફિલ્મ આ વર્ષના મધ્ય સુધીમાં જ રિલીઝ થશે.કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ આની સાથે તહેવારની તારીખ પણ શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં,શક્ય છે કે મેકર્સ આ વર્ષે ઈદના અવસર પર આ ફિલ્મને રિલીઝ કરે.

જણાવી દઈએ કે ઈદના અવસર પર રીલિઝ થયેલી ફિલ્મોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળે છે.આ ખાસ દિવસે રિલીઝ થયેલી ઘણી ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ છે.સલમાન ખાને બજરંગી ભાઈજાનથી લઈને દબંગ, બોડીગાર્ડ અને વોન્ટેડ જેવી ફિલ્મો ઈદ પર રિલીઝ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન આ વર્ષની ઈદ પર કોઈ ફિલ્મ લાવી રહ્યા નથી.

આવી સ્થિતિમાં રાજામૌલીને ફાયદો મળી શકે છે.જો કે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું હતું,આ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક એવી હકીકતો જણાવી છે,જેને સાંભળીને તમે વિશ્વાસ નહીં કરો.

તેમણે કહ્યું,RRR માં સ્પેશિયલ ઈફેક્ટ સીન્સના શૂટિંગમાં દરરોજ 75 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.તે સીન ઈન્ટરવલ પહેલાનો હતો,જે 65 દિવસ સુધી શૂટ કરવામાં આવ્યો હતો.ફિલ્મનું કુલ બજેટ 400 કરોડ રૂપિયા છે,જ્યારે તેના પ્રમોશનમાં લગભગ 15-20 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે.બીજી તરફ જુનિયર એનટીઆર સાથે ઓલિવિયા મોરિસ જોવા મળશે.