ગુજરાત સહિત સમગ્ર દેશમાં વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થી નું અમદાવાદમાં તેમના નિવાસ્થાન અવસાન નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તે છેલ્લા એક મહિનાથી કોમામાં રહેલા હતા. ગઈ કાલના એટલે ૨૮ માર્ચના તે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
તમને જણાવી દઈએ કે, કમલેશ અવસ્થી ના અવસાનથી કલા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ‘જિંદગી ઈમ્તિહાન લેતી હૈ’ અને “દિલ દીવાના તેરા” જેવા અનેક સુપરહિટ ગીત કમલેશ અવસ્થી દ્વારા ગાવવામાં આવ્યા હતા. કમલેશ અવસ્થીની વાત કરીએ તો તેમનો જન્મ 1945 માં સાવરકુંડલામાં થયો હતો. ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc. અને પીએચડી નો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમના દ્વારા ભાવનગરના સપ્તકલાથી તેમની ગાયકી કારકિર્દીની શરૂઆત કરવામાં આવી હતી. કમલેશ અવસ્થી દ્વારા તેમનું પ્રથમ મ્યુઝિક આલ્બમ ‘ટ્રિબ્યુટ ટુ મુકેશ’ રિલીઝ કરવામાં આવ્યું હતું.
તેની સાથે તમને જણાવી દઈએ કે, કમલેશ અવસ્થી દ્વારા રાજ કપૂર સાથે પણ કામ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા રાજ કપૂર ની છેલ્લી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ’ માં પોતાનો અવાજ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેમણે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ગીત ગાયું હતું. ફિલ્મોની સાથે તેઓ સ્ટેજ પર્ફોમન્સ માટે પણ પ્રખ્યાત રહેલા હતા.