સુરતમાં યુટ્યૂબ ચેનલમાં કામ કરનાર યુવક પર છ કિશોરોએ તિષ્ણ હથીયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો સુરત શહેરથી સામે આવ્યો છે.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ અંજણા વિસ્તારમાં યુવક ની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. યુટ્યુબ ચેનલમાં કામ કરનાર જુબેર ઉર્ફે જુબેર પ્રેસ ની અદાવતમાં હત્યા કરવા આવી છે. એચટીસી ટેક્સટાઈલ માર્કેટ આંજણા પાસે હત્યાનો બનાવ બનતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે, 16 થી 17 વયના પાંચથી છ કિશોરો દ્વારા આ હત્યા કરવામાં આવી છે. હુમલાખોરો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જુબેર ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જુબેર દ્વારા ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક લોકો સામે વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જ્યારે આ લોકો દ્વારા જ રાત્રીના જુબેર પ્રેસ એકલો દેખાતા તેની હત્યા કરી નાખી હતી. સલાબતપુરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.