તો શું હવે ઈરાન અમેરિકા યુદ્ધનો અંત આવી ગયો? ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ દાવો કર્યો છે કે ઈરાનના “નવા રાષ્ટ્રપતિ”એ તેમનો સંપર્ક કરીને યુદ્ધવિરામ (ceasefire) માટે વિનંતી કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરતાં જણાવ્યું કે ઈરાનના નવા નેતા અગાઉના શાસક કરતાં ઓછા કટ્ટરપંથી અને વધુ સમજદાર છે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા માત્ર ત્યારે જ યુદ્ધવિરામ પર વિચાર કરશે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું, સુરક્ષિત અને અવરજવર માટે મુક્ત હશે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે તે સુધી અમેરિકા ઈરાન સામે કાર્યવાહી ચાલુ રાખશે.
ટ્રમ્પે આજે સવારે કહ્યું હતું કે તેઓ 2-3 અઠવાડિયામાં ઈરાન યુદ્ધનો અંત લાવશે. આ તાજેતરનું નિવેદન તેમણે 2-3 અઠવાડિયામાં ઈરાન યુદ્ધનો અંત લાવવાનું કહ્યું તે પછી આવ્યું છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ ઈરાનના નવા શાસનના રાષ્ટ્રપતિ તરીકે કોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે ઈરાનમાં નવી સરકારનો ઉલ્લેખ કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો. એક ટ્વિટમાં, કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે ટ્વીટ કરવાથી રાષ્ટ્રપતિ બદલાતા નથી તેના માટે ચૂંટણી જરૂરી હોય છે.
કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે ટ્રમ્પના એપ્રિલ ફૂલના દિવસના કાર્યો નોંધપાત્ર છે. તેઓ નવા ઈરાની રાષ્ટ્રપતિ વિશે વાત કરી રહ્યા છે, જ્યારે ડૉ. પેઝેશ્કિયાન શરૂઆતથી જ આ પદ પર છે.ટ્રમ્પના નિવેદન પછી તરત જ ઈરાને પણ એક નિવેદન બહાર પાડ્યું. અલ જઝીરાએ ઈરાની અધિકારીઓને ટાંકીને કહ્યું કે ટ્રમ્પના દાવાથી વિપરીત, તેઓએ કોઈ યુદ્ધવિરામની માંગણી કરી નથી. ઈરાને ટ્રમ્પના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.