નવાબ પરિવારની દીકરી સોહા અલી ખાનએ બૉલીવુડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સફા અલી ખાન ફેમસ અભિનેતા સૈફ અલી ખાનની બહેન છે. જો કે હમણાંથી તે ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળે છે અને હમણાં તે પોતાની દીકરી સાથે સમય વિતાવતી દેખાય છે. તમને જણાવી દઈએ કે 20 જાન્યુઆરી 2015 ના દિવસે અભિનેતા કુણાલ ખેમુ સાથે તેના લગ્ન થયા હતા. તે બંનેની પહેલી મુલાકાત 2009માં રીલીઝ થયેલ ફિલ્મ ‘ઢૂંઢતે રહ જાઓગે’ના સેટ પર થઈ હતી. પછી બંને વચ્ચે મિત્રતા થાય છે અને પછી એ મિત્રતા પ્રેમમાં પરિણામે છે.
ત્યારબાદ વર્ષ 2015માં તેઓએ લગ્ન કર્યા અને વર્ષ 2017માં તેમના ઘરે એક નાની દીકરીનો જન્મ થયો જેનું નામ ઈનાયા ખેમુ હતું. તમને જણાવી દઈએ કે, ઇનાયા લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે અને તેની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ દિવસોમાં ઇનાયાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઇનાયા પોતાની પોપટ જીભથી ગાયત્રી મંત્રનો પાઠ કરી રહી છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો ઇનાયાની ક્યુટનેસના દીવાના બની ગયા છે. તમને જણાવી દઈએ કે, ઇનાયાની આંખો મોટી અને બ્રાઉન છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ઇનાયા તેના ભાઈ તૈમુરની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કુણાલ ખેમુની બહેન એટલે કે સોહા અલી ખાનની નંદન આરતી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો, તે જોઈને નાની ઈનાયા પણ ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગી. તોતલી જીભમાં ઇનાયાના મોંમાંથી નીકળતો આ ગાયત્રી મંત્ર ખૂબ જ સુખદ અનુભૂતિ આપી રહ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઇનાયાનો આ ક્યૂટ વિડીયો વર્ષ 2019નો છે જેને કુણાલ ખેમુએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પણ વર્ષ 2022 માં આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.