CongressDelhiIndiaNarendra ModiPolitics

PM મોદીની સૂર્યગ્રહણની તસવીર પર કોંગ્રેસે નિશાન સાધ્યું, લોકોએ પણ ભારે મજાક ઉડાવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સૂર્યગ્રહણ દરમિયાન તસવીરો ટ્વિટર પર શેર કરી હતી અને આ તસવીરો જલ્દીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જ્યારે પીએમ મોદીએ તેમની તસવીરો ટ્વીટ કરી ત્યારે એક યુઝરે ટિપ્પણી કરી કે હવે આ ચિત્રો જલ્દીથી મીમ્સ બનવા જઈ રહી છે.પીએમ મોદીએ પણ આ ટિપ્પણીના જવાબમાં લખ્યું, તમારું સ્વાગત છે… આનંદ કરો. આ પછી Coolest PM થી ટ્વિટર પર હેશટેગ ટ્રેંડ કરવાનું શરૂ કર્યું અને લોકોએ વિવિધ પ્રકારના મીમ્સ શેર કરવાનું શરૂ કર્યું. કોંગ્રેસ પણ પાછળ ન રહી અને આ હેશટેગથી એનઆરસી-નાગરિકત્વ કાયદા અંગે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર પીએમ મોદીને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો.

કોંગ્રેસે #JhootJhootJhoot સાથે ટ્વિટ કર્યું, અમારા વડા પ્રધાન ખરેખર શાનદાર છે. કોંગ્રેસના આ ટ્વિટમાં પીએમ મોદીની એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું છે કે મોદી એટલા શાનદાર છે કે જ્યારે દેશ સળગી રહ્યો છે ત્યારે તેઓ ચશ્મા પહેરીને ચીલ કરી રહયા છે.જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એનઆરસીને લઈને અટકાયત કેન્દ્રની સ્થાપના માટે ગુરુવારે સવારે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.રાહુલ ગાંધીએ આસામના ગોવલપરામાં બનાવવામાં આવી રહેલા અટકાયત કેન્દ્રનો વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે આરએસએસના વડા પ્રધાન ભારત માતાને જૂઠું બોલે છે.