News

જો તમારા ફોનમાં પણ દેખાય આ નિશાની તો સમજી લેજો તમારા ફોનને કોઇ કરી રહ્યું છે રેકોર્ડ

આજના સમયમાં ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે તેટલી જ ઝડપથી લોકોની પ્રાઇવસી જોખમમાં મુકાઈ રહી છે. હેકર્સ લોકોને ફસાવવા માટે નવા નવા રસ્તા શોધી લેતા હોય છે. આવો જ એક નવો રસ્તો છે સ્ક્રીન રેકોર્ડિંગ. સ્ક્રીન રેકોર્ડિંગ કરીને સ્પાઇવેરની મદદથી લોકો અન્ય નો ફોન હેક કરી લેતા હોય છે

સ્પાઇવેર તમારા ફોનની સ્ક્રીન ને ચૂપચાપ રેકોર્ડ કરે છે અને બધો જ ડેટા હેકર્સ ને મોકલે છે. Spiver કોઈ ફોનમાં કેવી રીતે પ્લાન્ટ કરવામાં આવે છે તેના વિશે તો તમે જાણતા જ હશો. જોકે સ્માર્ટફોનમાં પણ કેટલાક એવા ફિચર્સ હોય છે જેની મદદથી તમે આ પ્રકારની જાણકારી મેળવી શકો છો.

જેમ કે જો તમે તમારો કેમેરો ઓન કરો તો એક ગ્રીન લાઈટ કેમેરામાં જોવા મળે છે. આવું માઈકની સાથે પણ થાય છે. જ્યારે કોઈ સ્પાઈવે તમારા ફોનની સ્ક્રીનને રેકોર્ડ કરે છે તો તમને નોટિફિકેશન બાર માં એક બ્રેકેટમાં કેમેરો નજર આવશે.

જો આવી નિશાની તમને રેકોર્ડિંગ બારમાં જોવા મળે તો સમજી લેજો કે કોઈ સ્પાઈવેર તમારો ફોન રેકોર્ડ કરે છે. આ આઇકોન વારંવાર બ્લિંક થતો રહે છે. જો આવું થાય તો સમજી લેવું કે તમારા ફોનની સ્ક્રીન રેકોર્ડ થઈ રહી છે.

ફોન રેકોર્ડિંગ થી બચવું હોય તો સૌથી પહેલા તમને જે એપ્સ શંકાસ્પદ લાગે કે બિનજરૂરી હોય તેમાંથી કેમેરા અને રેકોર્ડિંગ ની પરમિશન રીમુવ કરી દેવી જોઈએ. આ સિવાય તમારા ફોનમાં જો સ્પાઇડર વાયરસ હશે તો અન્ય લક્ષણ પણ જોવા મળશે. જેમકે જો તમારા ફોનની બેટરી ઝડપથી ઓછી થઈ જતી હોય અથવા તો અજાણી એપ્સ ઇન્સ્ટોલ થઈ જતી હોય તો સમજી લેવું કે તમારા ફોનમાં સ્પાઇવેર વાયરસ છે. તેવામાં ફોનને તુરંત જ ફેક્ટરી સ્ટોર કરો.