GujaratRajkotSaurashtra

રાજકોટમાં હથોડીના ઘા ઝીંકી પુત્રે પિતાની કરી હત્યા, જાણો શું હતો મામલો?

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે રાજકોટ શહેરથી હત્યાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના મૌવા ગામમાં એક પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૌવા ગામના વણકરવાસમાં રહેનાર નાથાભાઈ પરમારની તેમના પુત્ર ધર્મેશ પરમાર દ્વારા હથોડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર બાબતમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની મણીબેન પરમાર દ્વારા પોતાના જ પુત્ર ધર્મેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતમાં રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ મામલામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મૃતક તેમની પત્ની મણીબહેન સાથે અવારનવાર ઝઘડો કરતો રહેતો હતો. જ્યારે મૃતક પોતે કંઈપણ કામ કરતો નહોતો તેના લીધે તેમની પત્ની છુટક મજૂરી કરીને પોતાનું ઘરનું ભરણપોષણ કરતી હતી. મહિલા સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરીને તે પ્રતિ મહિને ત્રણથી ચાર રૂપિયા કમાતી હતી. પુત્ર ધર્મેશ આ કારણોસર કંટાળ્યો હતો.

જ્યારે આજે કોઈ કારણોસર ધર્મેશ અને તેના પિતા નાથાભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. તેના લીધે ધર્મેશને ગુસ્સો આવી આવ્યો ગયો અને પિતા પર હથોડી વડે હુમલો કરી દીધો હતો. તેના લીધે નાથાભાઈને માથાના ભાગ ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ સમગ્ર મામલાની જાણ થતા તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી કરી મૃતકની લાશને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ધર્મેશ પરમાર દ્વારા આઈ.ટી.આઈ નો અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.