સાઉથના અંબાણી છે આ અભિનેતા, 100 કરોડ રૂપિયાની તો ગાડીઓ જ છે
મલયાલમ અને તમિલ ફિલ્મના સુપરસ્ટાર મમુટી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શનિવારે તેમના ગળામાં ખીચખીચ હતી. એ પછી તેમની તપાસ કરાવવામાં આવી અને તેઓ કોરોના પોઝીટિવ આવ્યા હતા. એવામાં તેમના ચાહકો તેમની તબિયતને લઈને તેઓ ખુબ ચિંતામાં છે.
મલયાલમ ફિલ્મોના ભગવાન તરીકે ઓળખાતા, મામૂટી 25 વર્ષથી વધુની કારકિર્દીમાં ટોચના અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે. મામૂટીએ 380 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મામૂટીનું સાચું નામ મુહમ્મદ કુટ્ટી પાનીપારમ્બિલ ઈસ્માઈલ છે. મામૂટી તેના અભિનયની સાથે સાથે વૈભવી જીવનશૈલી માટે પણ જાણીતા છે. તેમને દક્ષિણના અંબાણી પણ કહેવામાં આવે છે. એક પ્રશંસનીય અભિનેતા હોવા ઉપરાંત, મામૂટી એક વકીલ પણ છે.
નેટવર્થની વાત કરીએ તો એક ફેમસ વેબસાઈટ પ્રમાણે, મમુટી 210 કરોડની પ્રોપર્ટીના માલિક છે. આ સિવાય તે દરેક ફિલ્મ માટે 2 થી 5 કરોડ રૂપિયા જેટલો ચાર્જ લે છે. તેઓ મલયાલમ ફિલ્મમાં ડબલ રોલ કરવા માટે જાણીતા છે. તેમણે અત્યારસુધી 9 ફિલ્મોમાં ડબલ રોલમાં કામ કર્યું છે.
મામૂટીને કારનો ઘણો શોખ છે. તેમની પાસે એક-બે નહીં પરંતુ લગભગ 370 કાર છે. એટલું જ નહીં, મામૂટીએ થોડા વર્ષો પહેલા દેશની પ્રથમ મારુતિ-800 ખરીદવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. મામૂટીને તેમની કાર માટે અલગ ગેરેજ બનાવવામાં આવ્યું છે. મોટે ભાગે તેઓ જાતે જ કાર ચલાવવાનું પસંદ કરે છે. જગુઆર XJ-L (કેવિઅર) એ મેગાસ્ટાર મામૂટી ફ્લીટમાં નવીનતમ ઉમેરો છે. તેમની મોટાભાગની કારની સંખ્યા 369 છે. મામૂટીની તમામ કારની વાત કરીએ તો તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.
કોચ્ચીમાં કેસી જોસેફ રોડ પર આવેલ તેમનું ઘર ખુબ જ આલીશાન છે. તેમણે આ ઘર 2012માં ખરીદ્યુ હતું. અત્યારે આ ઘરની અંદાજિત કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમનું 65 કરોડનું એક પર્સનલ ઈન્વેસમેન્ટ પણ છે. તેઓ મલયાલમ કોમ્યુનિકેશનના ચેયરમેન પણ છે. આ અંતર્ગત ઘણી મલયાલમ ચેનલ જેવી કૈરાલી ટીવી, પીપુલ ટીવી અને ડબ્લ્યુઇ ટીવી આવે છે.મલયાલમ ફિલ્મોમાં મામૂટી એકમાત્ર એવા અભિનેતા છે જેમને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. મલયાલમ ફિલ્મો ઉપરાંત, મામૂટીએ હિન્દી અંગ્રેજી તમિલ તેલુગુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.