GujaratRajkotSaurashtra

સ્પામાં કામ કરતા સહકર્મીએ પરિણીતા સાથે કરી શારીરિક સંબંધની માંગ અને પછી…

સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને શહેરોમાં સ્પા ખુલી રહ્યા છે. અનેક જગ્યાએતો સ્પાના નામ પર ગોરખધંધા ચલાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. પરંતુ રાજકોટમાં આવેલ સ્પામાં કામ કરનાર એક પરણિત સ્ત્રી સાથે તેના જ સહકર્મીએ શારીરિક સંબંધની માગણી કરીને તેના પણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, રાજકોટના એસ.કે સ્પામાં કામ કરતી પરિણીતા 28 એપ્રિલના રોજ તે સોફા પર બેઠી હતી. તે દરમિયાન યોગેશ કે જે તે જ સ્પામાં સફાઈનું કામ કરે છે. તે આ પરિણીતા પાસર આવ્યો અને તેની પાસે તેણે શારીરિક સંબંધ બાંધવા માટેની માગણી કરી હતી. જો કે પરિણીતાએ યોગેશને ના પાડી દેતા યોગેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને ઉશ્કેરાયેલા યોગેશે પરિણીતાના માથાના ભાગમાં લોખંડનો પાઇપ મારવા લાગ્યો હતો.

જેના કારણે મહિલાને માથામાં, છાતીમાં તેમજ તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારપછી પરિણીતાએ આ સમગ્ર મામલે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી. ત્યારે મહિલાનો પતિ તાત્કાલિક સ્પામાં પહોંચીને તેની પત્નીને લઈને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યો હતો.

તમને જણાવી દઈએ કે, પરિણીતાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.