International

લૉન્ચિંગની મિનિટોમાં જ દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ SpaceX વિસ્ફોટ બાદ રાખ થઇ ગયું , જાણો એલોન મસ્કનું નિવેદન

અમેરિકાની એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ SpaceX ને બુધવારે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આકાશમાં લગભગ 34 કિલોમીટર સુધી ઉડાન ભર્યા બાદ તેમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે તે ઘણા ટુકડાઓમાં વિખેરાઈ ગયું હતું. જો કે એલોન મસ્કે આને મોટી સફળતા ગણાવી છે. તમને જણાવી દઈએ કે સ્ટારશિપનું આ પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ હતું.

આ રોકેટને બોકા ચિકા, ટેક્સાસથી સાંજે 7:00 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 4 મિનિટમાં મેક્સિકોની ખાડી ઉપરથી લગભગ 34 કિમીની ઉંચાઈ પર ઉડી ગયું હતું, પરંતુ આ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો હતો.

આ સ્ટારશિપ રોકેટ સંપૂર્ણપણે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે. સ્પેસએક્સના જણાવ્યા મુજબ, સ્ટેજ વિભાજન પહેલા સ્ટારશિપ ઝડપથી અનશિડ્યુલ ડિસએસેમ્બલીમાંથી પસાર થઈ હતી. ભલે આ રોકેટ સફળ ન થઈ શક્યું, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું. આ અનુભવ ભવિષ્યના સ્ટારશિપ પ્રોગ્રામમાં કામમાં આવશે.

મસ્કે ટ્વીટમાં લખ્યું કે સ્ટારશિપના રોમાંચક ટેસ્ટ લંચ માટે સ્પેસ એક્સ ટીમને અભિનંદન. આગામી થોડા મહિનામાં બીજા સમાન ટેસ્ટ લોન્ચ માટે અમે ઘણું શીખ્યા છીએ. જો કે સોમવારે પણ તેનું લોકાર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રેશર વાલ્વ જામી જવાને કારણે લોન્ચિંગ સમયસર મોકૂફ રાખવામાં આવ્યું હતું.