હૈદરાબાદ: ઓવરસ્પીડે જતી કાર ફ્લાયઓવર પરથી નીચે પડતા રસ્તે જતી મહિલાનું મોત, Video જોઈને હોલીવુડ ફિલ્મના દ્રશ્યો યાદ આવી જશે
Hyderabad Car Accident Video
Hyderabad: શનિવારે હૈદરાબાદના ગચીબોવલી ખાતે નવનિર્મિત બાયો ડાયવર્સિટી પાર્ક ફ્લાયઓવરમાં એક ઓવરસ્પીડે જતી કાર ફ્લાયઓવર પરથી પડી જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું અને ચાર ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
શનિવારે બપોરે એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ફલાયઓવર પરથી નીચે રસ્તા પર પડી હતી જેમાં 56 વર્ષીય ગૃહિણીનું મોત નીપજ્યું હતું. કાર જયારે રસ્તા પર પડી હતી ત્યાં મૃતક મહિલા ઓટોરીક્ષાની રાહ જોઈ હતી. કાર જમીન પર પડતા જ પલ્ટી મારી હતી અને નજીકના બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકો સાથે અથડાઈ હતી. બાદમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારચાલક સહીત 4 લોકોને ગંભીર ઈજાઓ થઇ છે જયારે અનેક લોકો ઘાયલ થયા છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ દેશભરમાં વાઇરલ થયા છે. ફુટેજમાં જોઈ શકાય છે કે કાર ઓવરસ્પીડમાં હતી અને અચાનક જ કાબુ ગુમાવતા ફ્લાયઓવર પરથી નીચે રસ્તા પર પડી હતી.કાર નીચે પડી ત્યારે નીચે રસ્તા પર અનેક લોકો હાજર હતા. લોકો કઈ વિચારે તે પહેલા જ કાર તેમના પર પડી હતી અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
રાયુરામ પોલીસે જણાવ્યું હતું કે, મણિકંડામાં રહેતી સત્યવેનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મૃતકની પુત્રી પ્રણીતા, ઓટો ડ્રાઈવર બાલાજી નાઈક અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કે કુર્બાને અન્ય ત્રણ ઇજાઓ પહોંચી હતી.હેલ્થ બુલેટિનમાં કેર હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે મિલનને માથામાં ઈજાઓ, ક્લેવિક્યુલર ફ્રેક્ચર અને શરીર પર ઘણું નુકસાન થયુ છે એટલે આઈસીયુમાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.