આર્યન ખાનને મુંબઈ થી ગોવા જતા ક્રુઝમાં રેવ પાર્ટીમાં રેડ પાડીને પકડવામાં આવ્યો હતો જેના લીધે તેને જેલમાં રહેવું પડ્યું હતું. આ એક કારણ છે જેને લીધે આજે આખો દેશ શાહરુખના દીકરા આર્યનને ઓળખે છે. શાહરુખ ખાન આપણા બૉલીવુડના કિંગના નામે ઓળખાય છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાનનું કેટલું નામ અને સન્માન છે તે બધા જાણે છે. આવી સ્થિતિમાં તેના સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા હતા. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો જેમાં શાહરૂખ ખાન તેના પુત્ર વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનને ત્રણ બાળકો છે. આર્યન ખાન શાહરૂખ અને ગૌરીનો સૌથી મોટો પુત્ર છે. તેનો જન્મ 1997માં થયો હતો. આ પછી તેણે વર્ષ 2000માં દીકરી સુહાનાને જન્મ આપ્યો. 13 વર્ષ પછી શાહરૂખ અને ગૌરીએ પુત્ર અબરામને જન્મ આપ્યો.
વર્ષ 2017માં TedEx Talkમાં શાહરૂખે લોકોની આ ખોટી માન્યતા વિશે વાત કરી હતી. શાહરૂખે કહ્યું કે, “આજથી ચાર વર્ષ પહેલા મેં અને મારી પત્ની ગૌરીએ ત્રીજું બાળક કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે લોકો દાવો કરી રહ્યા હતા કે અબરામ મારા મોટા પુત્ર આર્યનનું બાળક છે જે તે સમયે માત્ર 15 વર્ષનો હતો. જેણે પણ આ ખોટા સમાચાર ફેલાવ્યા તેણે એક ફેક વીડિયોની મદદથી આ દાવો કર્યો હતો જેમાં આર્યન યુરોપમાં જોવા મળ્યો હતો.
કિંગ ખાન શાહરુખ જણાવે છે કે આર્યન ખાનને લઈને ફેલાઈ રહેલા આ સમાચારથી તેમના ઘરના ખુબ પરેશાન થઇ ગયા હતા. આર્યન ખાન પણ એ સમાચાર સાંભળીને ખુબ ચોંકી ગયો હતો. શાહરુખ કહે છે કે, ‘હવે મારો દીકરો આર્યન 19 વર્ષનો છે અને આજે પણ તેને કોઈ હલ્લો કહે છે તો તે તરત જ કહે છે કે, ભાઈ મારુ તો યુરોપનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ નથી બન્યું.’
ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની ગયા વર્ષે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 23 વર્ષીય આર્યન ખાન લાંબા સંઘર્ષ બાદ જામીન મેળવવામાં સફળ રહ્યો હતો. તેમના પિતાએ દેશના તમામ મોટા વકીલોની ફોજ ઊભી કરી હતી. આર્યનની ધરપકડ બાદ શાહરૂખ અને તેનો આખો પરિવાર મીડિયાથી દૂર છે.
મીડિયા સામે કંઈપણ બોલવાનું કોઈ ટાળી રહ્યું નથી. શાહરૂખ હાલમાં જ ઘણા દિવસો બાદ પોતાના કામ પર પાછો ફર્યો છે. આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી તે સમયે કિંગ ખાન દુબઈમાં હતો. આર્યનને જામીન શાહરૂખ ખાનની નજીકની મિત્ર અને જાણીતી ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ આપી હતી.