દેશભરમાં CAA મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહયા છે ત્યારે ઉત્તરપ્રદેશના ઇટાવાહના એક પોલીસ અધિકારીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં SSP સંતોષ મિશ્રા એક બાળકને નાગરિકત્વ કાયદા વિશે જણાવી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર આવું લખીને શેર કરવામાં આવ્યો છે, ‘સંતોષ મિશ્રા સર CAA વિશે ખુલાસો કરી રહ્યા છે અને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, આ પોલીસનો અસલી ચહેરો છે. પોલીસનો તેમના લોકોને નુકસાન પહોંચાડવાનો કોઈ ઇરાદો નથી. પરંતુ જો તમે કાયદો અને વ્યવસ્થા તમારા હાથમાં લેશો, તો પછી તેઓએ તેમની શક્તિનો ઉપયોગ તેમના લોકોને બચાવવા માટે કરવો પડશે.
આ એક મિનિટના વીડિયોમાં સંતોષ મિશ્રા એક બાળકને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે જણાવી રહ્યાં છે. તેમણે બાળકને કહ્યું, બધાએ અહીં જ રહેવાનું છે.આ પછી તેઓ સામે રહેલા બીજા બાળકને પૂછે છે અને તે જ બાબતો તેની પાસે પુનરાવર્તન કરે છે. તેઓ કહે છે, ‘કોણે કહ્યું કે ક્યાં જવું? અહીં રહો અને અભ્યાસ પણ કરો. સ્કૂલમમાંથી તને રજા નહીં મળે. તેમણે રમુજી અંદાજમાં કહ્યું કે કોણે કહ્યું કે હવે સ્કૂલ-ભણવાનું બંધ થઇ જશે.
અંતે મિશ્રા કહે છે, ‘કોઈ પણ અફવા ફેલાવે, કોઈપણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે, આ બિલ આવશે, તે કાયદો આવ્યો છે, જેમાં તેમને બહાર કાઢી દેવામાં આવશે, તે અફવા છે, બધું ખોટું છે. તેવી વાતો બિલકુલ માનશો નહીં. આ કાયદાનું એકમાત્ર હેતુ છે, જે ભારતની બહાર છે તેમના માટે આ કાયદો છે. જેઓ અહીં રહે છે, તેઓને આ કાયદા સાથે કંઈ લેવાદેવા નથી.આ વીડિયો ટ્વિટર પર શેર થયા બાદ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓને 54 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોઇને લોકો પોલીસ અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે.