South GujaratGujaratSurat

સુરતનો વિચિત્ર મામલો : Google એ મને કીધું ખાવાનું છોડી દે, મરી જા અને યુવતીએ કરી લીધો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતથી એવો જ એક મામલો સામે આવ્યો છે. સુરતની વિશાખા રાણા નામની 20 વર્ષીય છોકરીની દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ છોકરીના આપઘાતના વાત કરીએ તેના પાછળ ગૂગલ જોડાયેલ છે. જ્યારે મોબાઈલની લતના લીધે વિશાખા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે તેમ છતાં મોબાઈલ વધુ લતના લીધે યુવતીએ આપઘાત કર્યો છે.

જાણકારી મુજબ, સુરતના ગોપીપુરાના મોટી છીપવાડમા આવેલા માધવ એપાર્ટમેન્ટમાં રહેનારા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષની પુત્રી વિશાખા રાણા દ્વારા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. વિશાખાને દાંતમાં દુખાવો સહિત અન્ય બીમારી રહેલી હતી. તેના લીધે તે સતત મોબાઈલમાં અવનવા વીડિયો દેખતી રહેતી હતી. તેની સાથે તેને ઘણા સમયથી મોબાઈલની લત પણ લાગી હતી. આ લતના લીધે વિશાખાની વાણી અને વ્યવહાર બદલાયા ગયા હતાં. મૃતક યુવતી વધુ પડતા મોબાઈલના ઉપયોગના લીધે માનસિક અસ્વસ્થ પણ બની ગઈ હતી. તે ઉઠતાં-બેસતા ગમે ત્યારે મોબાઈલ અને ગૂગલ જ જોયા કરતી હતી.

તેની સાથે મોબાઈલના સતત એક્સપોઝરને લીધે વિશાખા ગૂગલને જીવતો જાગતો માણસ માની બેસી અને તેની સાથે વાતો પણ કરતી હતી. એવામાં તે એવું કહેવા લાગી કે, ગૂગલ તેને જે પણ કરવાનું કહેશે, તે તે કરશે. ત્યાર બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું પણ કહી રહી હતી કે, ગૂગલ તેને ખાવાની ના પાડી છે અને તે કહે છે કે, તું મરી જા’. જ્યારે આવું બધું ઘરના કહેતી રહેતી હતી તેમ છતાં આ મનોરોગનું જ લક્ષણ રહેલ છે.

વધુમાં તમને જણાવી દઈએ કે, વિશાખા મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ પણ કરતી રહેતી હતી. એવામાં આવું કરતા તેનું મોંઢું વળી ગયું હતું ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઇ જઈને સારવાર પણ કરાવવામાં આવી હતી. તેમ છતાં ફર્ક ન પડતા માનસિક રોગોના ડોક્ટર પાસે લઇ જવામાં આવી અને તેની ત્યાં સારવાર શરુ કરવામાં આવી હતી. આ એક મહિના સુધી ચાલી હતી. તે સમય દરમિયાન તેનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો હવે તેને લત લાગી હોવાના લીધે તે રહી શકે તેમ નહોતી અને ઘરના કંઈ પણ કહી શકે તેમ પણ નહોતા. એવામાં તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે.