સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી તેની ફિલ્મ ‘તડપ’થી બૉલીવુડમાં ડેબ્યુ કરી લીધી છે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરીયાના ઘણા હોટ સીન પણ હતા. પણ તેનાથી વધુ એક ખાસ ચર્ચા છે કે તેમના અફેરને લીધે. વાત એમ છે કે અહાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે સતત એક સુંદર યુવતી ઉપર પ્રેમ દેખાડતા જોવા મળે છે.
હવે તમે પણ વિચારતા હશો કે કોણ છે એ નસીબદાર છોકરી જેને અહાને પોતાનું દિલ આપ્યું છે. તો ચાલો તમને એ મિસ્ટ્રી ગર્લ વિશે જણાવીએ કે તમને વધુ રાહ જોયા વગર. અહાનની લેડી લવનું નામ છે તાનિયા શ્રોફ, જે હોટનેસના મામલે બોલિવૂડની તમામ અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. તાનિયા પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ જયદેવ શ્રોફની પુત્રી છે. તમને જણાવી દઈએ કે જયદેવ શ્રોફ UPL લિમિટેડના ગ્લોબલ સીઈઓ છે.
ફોર્બ્સ પરની અત્યારની જાણકારી પ્રમાણે તેમની નેટવર્થ 1.5 બિલિયન ડોલર્સ છે. તાનિયાની પોતાની વાત કરીએ તો તેણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરેલ છે અને તે પોતે ડિઝાઈનર પણ છે.તાનિયા માત્ર તેની ફેશન જ નહીં પરંતુ તેની ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. તે તેનો ફિટનેસ પ્રેમ છે જે તેના શરીરને હંમેશા ટોન રાખે છે. સોશિયલ મીડિયા પરથી ઘણી જગ્યાએ લોકો તાનિયાને ‘સુનીલ શેટ્ટીની વહુ’ કહીને બોલાવે છે. જોકે, આવું થશે કે નહીં તે તો સમય જ કહેશે.
સુનિલ શેટ્ટીનો દીકરો જ નહિ પણ તેમની દીકરી અથિયા શેટ્ટી પણ તેના અફેરને કારણે ખુબ ચર્ચામાં રહેતી હોય છે. સમાચાર મુજબ સુનિલ શેટ્ટી ભારતીય ક્રિકેટર કે.એલ રાહુલના સસરા બનશે. તમને જણાવી દઈએ કે જયારે પણ રાહુલ કોઈ ટુર્નામેન્ટ રમવા માટે બહાર જાય છે તો અથિયા તેની સાથે જ હોય છે. તેઓ ઘણીવાર સાથે ડેટ પર પણ જતા જોવા મળે છે. આ બંનેએ પોતના સંબંધને ક્યારેય જાહેર કર્યા નથી.