Bollywood

દત્તક લીધેલ દીકરી સાથે સની કરી રહી છે ભેદભાવ? શું છે વીડિઓની હકીકત

માતા સની લિયોન પોતાની દીકરી અને બે દીકરા સાથે ઘણીવાર આઉટિંગ પર જોવા મળતી હોય છે. પણ હમણાં જયારે તે પોતાના બાળકો સાથે બહાર ફરવા જઈ રહી હતી તો તેમને ટ્રોલર્સનો શિકાર બનવું પડ્યું હતું. તેની પર આરોપ છે કે સની પોતાના દીકરાના હાથ પકડેલી હતી અને દત્તક લીધેલ દીકરીને એકલી મૂકી દીધી. એવામાં સની લિયોનીના પતિ ડેનિયલ હવે તેના સપોર્ટમાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં સની લિયોન કોઈ જગ્યાએથી બહાર આવતી જોવા મળી રહી છે. જ્યાં તે સીડીઓ ઉતરતી વખતે તેના બે પુત્રો અશર અને નોહને સંભાળતી જોવા મળી હતી. પરંતુ તેમની પુત્રી નિશા પોતે સીડીઓ ઉતરતી જોવા મળી હતી.

બસ અમુક લોકોને તેની આ વાત પસંદ આવતી નથી અને પછી સોશિયલ મીડિયા પર સની લિયોની ઉપર ભેદભાવ કરવાવાળી મા એવો આરોપ લગાવવામાં આવે છે. એક યુઝરે તો એવું પણ કહ્યું છે કે નિશાને દત્તક લેવી એ ફક્ત એક પબ્લિસિટી સ્ટન્ટ હતો. તે જયારે પણ દેખાય છે પોતાના બાળકોની જ સંભાળ રાખતી દેખાય છે.

જ્યારે સની લિયોનને ટ્રોલ કરવામાં આવી ત્યારે તેણે તે દરમિયાન કંઈ કહ્યું ન હતું, પરંતુ તેના પતિ ડેનિયલએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ મામલે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. “બોલીવુડલાઇફ” સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ડેનિયલએ કહ્યું હતું કે “હે ભગવાન, આ બધી બકવાસ છે. હું આ વિશે વાત પણ કરવા માંગતો નથી. લોકો શું વિચારે છે તેની મને પરવા નથી.” ડેનિયલ કહે છે કે ‘મારા દીકરા 3 વર્ષના છે અને તેઓ બગીચામાં જંગલી પ્રાણીઓની જેમ દોડતા હોય છે જયારે મારી દીકરી 6 વર્ષની છે તેને ચાલતા આવડે છે. ડેનિયલે વધુમાં કહ્યું હતું કે નિશા અમારા ઘરની રાજકુમારી છે. લોકો જે આરોપ લગાવી રહ્યા છે તે બિલકુલ બકવાસ છે.’

જ્યારે નિશા માત્ર 21 મહિનાની હતી, ત્યારે તેને સની લિયોન અને ડેનિયલ દ્વારા વર્ષ 2017 માં મહારાષ્ટ્રના એક અનાથાશ્રમમાંથી દત્તક લેવામાં આવી હતી. જે બાદ આશેર અને નોહ બંને પુત્રોનો જન્મ આ વર્ષે 2018માં સરોગસી દ્વારા થયો હતો. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના બાળકોની તસવીરો તેમના ફેન્સ સાથે શેર કરતા રહે છે. કોઈપણ તહેવાર કે કોઈ ખાસ પ્રસંગ હોય તો આખો પરિવાર સાથે મળીને ઉજવણી કરે છે અને ખૂબ જ મજા આવે છે. તમને જણાવી દઈએ કે નિશાને 11 કપલ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. બાદમાં તેને સની લિયોને દત્તક લીધી હતી.